
રાજપીપળામાં ક્રિકેટ પ્રેમી નાગરિકોએ અલગ મેદાનની માંગ કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળામાં ગાંધી ચોક પાસે ક્રિકેટ પ્રેમીઓ ભેગા મળ્યા હતા તેઓએ ક્રિકેટ રમવા માટે રાજપીપળામાં એક સ્વતંત્ર ગ્રાઉન્ડની માંગ ઉચ્ચારી છે
એક તરફ સરકાર ખેલો ઇન્ડિયા અને મહા કુંભ જેવા કાર્યક્રમો થકી રમત ગમતને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે રાજપીપળામાં ક્રિકેટ મૃત થઈ રહી છે તેમ જણાવ્યું હતું રાજપીપળા ના યુવાનોમાં ટેલેન્ટ હોવા છતાં રમવા માટે ગ્રાઉન્ડ નથી જેથી તેઓ આગળ વધી શકતા નથી ત્યારે ક્રિકેટ રમવા માટે અલગ ગ્રાઉન્ડની માંગ સાથે ગાંધી ચોક ખાતે યુવાનોએ દેખાવ કર્યો હતો રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવાની આગેવાનીમાં રાજપીપળા ના ક્રિકેટ પ્રેમી નગરજનો યુવાનો અને વડીલો આજે ગાંધી ચોક ખાતે ભેગા મળ્યા હતા તેઓએ રાજપીપળામાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી
ઉપસ્થિત નાગરિકોએ જણાવ્યું હતું કે રમત ગમતનું સીધું સ્વાસ્થ્ય સાથે જોડાણ છે ત્યારે ક્રિકેટ રમીને પોતાનું સ્વાસ્થ્ય પણ સાચવતા નાગરિકોને ક્રિકેટ રમવા માટે એક અલગ ગ્રાઉન્ડની જરૂર છે ઉપરાંત ઘણા બધા યુવાનોમાં ટેલેન્ટ રહેલું છે કે તેઓ આગળ વધે અને ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે પરંતુ ગ્રાઉન્ડના અભાવે યુવાનો આ દિશામાં આગળ વધી શકતા નથી ત્યારે તેઓએ રાજપીપળામાં ક્રિકેટ ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી.



