ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની, મદદનીશ તેમજ ખેડૂતના રિમાન્ડ મંજૂર કરતી ડીસ્ટ્રીક કોર્ટ , જામીન માટે આજે સુનાવણી

0
424
વાત્સલ્યમ્ સમાચાર

ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ મામલો :

 

ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની, મદદનીશ તેમજ ખેડૂતના રિમાન્ડ મંજૂર કરતી ડીસ્ટ્રીક કોર્ટ , જામીન માટે આજે સુનાવણી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના વન વિભાગના કર્મચારી અને  ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે થયેલ ઘર્ષણને લઈને મામલો ગરમાતો જાય છે અને  હાલમાં ધારાસભ્ય ચૈતર વસાવાતો ભૂગર્ભમાં છે પરંતુ પોલીસે તેમની પત્ની શકુંતલા વાસવા , અંગત મદદનીશ જીતેંદ્ર વસાવા અને ખડૂત સાથી રમેશ વાસવા આ ત્રણ સામે પણ ગુનો નોંધાયો હોય પોલીસે આ ત્રણની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે ડેડીયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટેની અરજી કરતા ચૈતર વસાવાની પત્ની અને સાથીઓની તરફેણમાં વકીલ દ્વારા ધારધાર દલીલો કરતા કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી.

 

જોકે ડેડીયાપાડા પોલીસ માટે ધારાસભ્ય ચૈતર વસાવાની શોધખોળ અને સાથે જે ગન થી ફાયરિંગ કર્યું હતું તે ગન શોધવા આ ત્રણ ને પૂછપરછ કરવા રિમાન્ડની માંગણી કરી હતી ડેડીયાપાડા કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા ડેડીયાપાડા પી.એસ.આઈ એ રાજપીપળા ડિસ્ટિક સેસન્સ કોર્ટમાં રિવાઇઝ અરજી કરતા જેની સુનવણી ૦૯ નવેમ્બરના રોજ રાખી હતી જોકે બાદમાં ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી અને ધરપકડ થયેલ ત્રણ સખ્શો ની જામીન અરજી આવતા કોર્ટે ૦૮ મી નવેમ્બરના રોજ રિમાન્ડ આરજીની સુનવણી કરતા નામદાર ડીસ્ટિક સેસન્સ જજ એન.આર.જોશી સાહેબે ધારાસભ્યના પત્ની શકુંતલા વાસવાના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા , અંગત મદદનીશ જીતેંદ્ર વસાવા અને ખડૂત સાથી રમેશ વાસવાના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ બે દિવસમાં ધારાસભ્ય ચૈતર વસાવાની શોધખોળ કરશે અને પિસ્તોલની પણ માહિતી મેળવશે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews