NANDODNARMADA

ખેડૂતોએ ચેતવા જેવો કિસ્સો : વેપારી રીમોટમાં બટન દબાવે એટલે ૫ કિલો વજન ઓછું થઈ જાય !!

ખેડૂતોએ ચેતવા જેવો કિસ્સો : વેપારી રીમોટમાં બટન દબાવે એટલે ૫ કિલો વજન ઓછું થઈ જાય !!

નાંદોદ ટંકારીના ખેડૂતો સાથે કપાસની ખરીદીમાં વેપારી કરતો હતો ખેલ એક ખેડૂતને શંકા જતા વેપારી પાસેથી રીમોટ કંટ્રોલ ઝડપી પાડ્યું, ડભોઈનો ભેજાબાજ વેપારી અંતે ત્યાંથી ફરાર થયો

રાજપીપળા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના ટંકારી ગામે કપાસની ખરીદી કરવા આવેલા ડભોઈના એક વેપારીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.જો કે ગામના ખેડૂતોએ ભેગા થઇ વેપારીની પૂછતાછ કરી એની તપાસ કરતા આખો ભાંડો ફૂટ્યો હતો.અને સ્થિતિ પામી ગયેલો ડભોઈનો ભેજા બાજ વેપારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ મામલે પોલીસ તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે એમ છે.

મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ડભોઈનો એક વેપારી નાંદોદ તાલુકાના ટંકારી ગામે ખેડૂતો પાસેથી બજાર ભાવ કરતાં વધુ ભાવે કપાસની ખરીદી કરવા આવ્યો હતો. બજાર ભાવ કરતાં વધુ ભાવ મળતા ટંકારી અને આસપાસના ખેડૂતોએ એ વેપારીને કપાસ આપ્યો હતો.જો કે ટંકારી ગામના કનુંભાઈ ચંદુભાઈ પાટણવાડીયાને શંકા ગઈ હતી કે પોતે કરેલા વજન કરતાં વેપારીએ કરેલા વજનમાં ઘણો મોટો ફેર છે.વેપારીને ખબર ન પડે એ રીતે ખેડૂતે ગામમાં અન્ય ખેડૂતોને જાણ કરતા ત્યાં લોકો એકઠા થયા હતા.ગામ લોકોએ ડભોઈના વેપારીની પૂછતાછ કરી હતી એ દરમિયાન એના ટેમ્પા માંથી એક રીમોટ કંટ્રોલ મળી આવ્યું હતું.એ રીમોટ કંટ્રોલની ખાસિયત એવી છે કે રિમોટનું બટન A દબાવે 5 કિલો, C બટન દબાવે ત્યારે 15 કિલો જેટલુ વજન કપાઈ જાય છે.

વેપારીની પોલ ખુલી જતા ગામ લોકો ભેગા થઈ જતા વેપારી વજન કાંટો મુકી ભાગી ગયો હતો.સ્થાનિક પોલીસ દ્રારા આ વેપારીને પકડી જો પૂછતાછ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવે એમ છે.આ બાબતે ટંકારી ગામમાં ખેડુત પ્રવિણસિંહ નટવરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ડભોઈનો આ વેપારી છેલ્લાં ઘણાં સમયથી અમારા વિસ્તારમાં કપાસ લેવા આવે છે.જે ખેડુત પોતે કપાસ વિણતો હોય અને કપાસનું કેટલું વજન છે એની ખબર ન હોય એવા ગરીબ ખેડૂતોને આ વેપારી ટાર્ગેટ કરતો હતો.આ રીતે વજન ઓછું બતાવી એણે ખેડૂતો સાથે 10 થી 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!