DEDIAPADANARMADA

દેવમોગરા મંદિર ટ્રસ્ટી દ્વારા મદદ આકસ્મિક રીતે સળગી ગયેલા ઘરોના પરિવારજનોની વ્હારે આવ્યું

તાહિર મેમણ : નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા માં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી જ હોય છે ત્યારે ફરી એકવાર ડેડીયાપાડા ના બલ ગામે અકસ્મિત રીતે આગ લાગવાની ઘટના બની હતી, જ્યારે સેવાભાવી સંસ્થાઓ તેમજ સામાજીક કાર્યકરો તેમની મદદે આવતા હોય છે, ત્યારે સાગબારા તાલુકા ના દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ મંડળ પરિવારોની વ્હારે આવ્યું છે.

ડેડીયાપાડા તાલુકાના બલ ગામે આકસ્મિક રીતે ઘરો સળગી ગયેલા પરિવારજનો ને દેવમોગરા માઈ મંદિર, ટ્રસ્ટી મંડળ દ્રારા દસ દસ હજાર ના ચેક તથા જરૂરી ઘર વપરાશ વસ્તુઓ નું વિતરણ દેડીયાપાડા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા,આગેવાનો નાનસીંગ ભાઈ, ધીરસીંગભાઈ અને સામાજિક આગેવાન દુષ્યંતભાઈ ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું.

ધારાસભ્ય ચૈતર વસાવા એ ટૂંક સમયમાં ઘર બાંધવા માટે જરૂરી થાંભલા, લાકડું સહિત ઘટતું સમાન ઉપલબ્ધ કરાવવા ની બાંહેધરી આપી. સાથે બલ ગામ ની પ્રાથમિક શાળા ની પણ મુલાકાત લીધી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!