DEDIAPADANARMADA

ડેડીયાપાડા કણજી માં મંદ વૃદ્ધ વ્યક્તિઓ, મહીલા ઓ અભ્યાશુ બાળકો ને જીવન જરુરીયાત વસ્તુઓ નું વિતરણ કરવામા આવ્યુ હતુ…

તાહિર મેમણ : આજ રોજ અતિ અંતરીયાળ વિસ્તાર નાં ગ્રામ્ય વિસ્તાર નાં કણજી ગામમાં ખાસ જીવન જરૂરિયાત વૃદ્ધ પરિવારો તેમજ મહીલા બહેનો તેમજ સ્થાનિક ગ્રામ્ય બાળકો ને અડાજણ અનાવિલ સહિયર મંડળ તેમજ NPWF સંસ્થા નાં સહકાર થી સ્થાનિક ગ્રામ્ય લોકો ને ખાસ જીવન જરૂરિયાત મંદ 378 જેટલાં વ્યકિત ઓને સ્વાસ્થ્ય કિટ્સ, ગરમ ધાબળા, કપડાં, તુવર ની દાળ, તેલ, ચા ખાંડ, મસાલા, બેશન, દિવાસળી, વેસેલીન, સાબુ, તેલ, કાંસકો , ટુવાલ, વિક્સ તેમજ બાળકો માંટે કપડાં, નોટ, પેન, પેન્સિલ, કંપાસ સ્કુલ બેગ, તલના લાડુ જેવી ખાસ જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરવામા આવ્યુ હતું. સાથે અડાજણ અનાવલ સહિયર મંડળ નાં આધ્યક્ષ શ્રી વિભૂતિ બેન જેઓ એ ખૂબ આનંદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ તમારું જ છે જે અમે તમને આપવા આવ્યા છીએ. અમારો કોઇ ઉપકાર નથી આ કોઇ નાં કોઇ અંશે એકબીજાને કારેલી મદદ નું ઋણ છે. આ સેવામાં સામાન્ય જરૂરિયાત જેવી દિવાસળી થી લઇ પહેરવાના કપડા સુધીની જરૂરિયાતો કિટ્સ માં મુકવામાં આવી હતી જેથી આ અંતરીયાળ વિસ્તાર નાં જરૂરિયાત લોકો ને આર્થિક રિતે બહાર થી ખરીધવી નાં પડી શકે ત્યાર બાદ NPWF સંસ્થાનાં અધ્યક્ષ ભરત એસ તડવી(NVG) એ જણાવ્યું કે આ સ્થાનિક વિસ્તારનાં લોકો ઘણું બધુ ખાવા માટે અનાજ ને પકવી શકે છે પરંતુ જે વસ્તુ બહારથી ખારિદિ ને લાવી પડે છે તેનાં થી વંચિત રહે છે જેમાંની સંપૂર્ણ વસ્તુઓ આ કિટ્સ માં આપવામાં આવી હતી તે બદલ વિસ્તાર નાં ગ્રામ્યજનો વતી સર્વે AAS મંડળ- સુરત થી દાતા શ્રીઓ નો ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!