સેલંબા હાઈસ્કુલના પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનીની તબિયત લથડતા સ્થળ સંચાલકે જરૂરી સારવાર કરાવી અંગ્રેજી વિષયની પરીક્ષા અપાવી

0
17
વાત્સલ્યમ્ સમાચાર

સેલંબા હાઈસ્કુલના પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનીની તબિયત લથડતા સ્થળ સંચાલકે જરૂરી સારવાર કરાવી અંગ્રેજી વિષયની પરીક્ષા અપાવી

ચાલુ બોટલે પરીક્ષા આપી પાસ થવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરી તમામ અધિકારીઓનો વિદ્યાર્થીનીએ આભાર વ્યક્ત કર્યો

રાજપીપલા : જુનેદ ખત્રીIMG 20230325 WA0019

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૩માં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભૂસારા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આજે તા.૨૫/૩/૨૦૨૩ ના રોજ પરીક્ષા દરમિયાન સેલંબા હાઈસ્કુલના કેન્દ્ર ખાતે ધોરણ-૧૦ના અંગ્રેજી વિષયની પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીની ખેરનાર સ્વાતિબેન નરેન્દ્રભાઈની અચાનક તબિયત બગડતા ચક્કર સાથે અચાનક બેહોશ થઈ ગઈ હતી. જેથી સ્થળ સંચાલક દ્વારા મેડિકલની ટીમ બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીને ગ્લુકોઝનો બોટલ ચડાવવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીનીએ આ સમય દરમિયાન પણ ચાલુ બોટલે અંગ્રેજી જેવા અઘરા વિષયની પરીક્ષા આપી હતી અને પાસ થવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરી તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews