વાત્સલ્યમ્ સમાચાર
તાહિર મેમણ : ડેડીયાપાડા ધારસભ્ય ચેતરભાઈ એ આદિવાસી વિસ્તાર માં હોળી ના દિવસે શાળા માં જાહેર રજા આપવામાં આવે તેવો એક પત્ર આદિજાતિ વિકાશ મંત્રી ને લખ્યો છે તેમેં પત્ર માં જણાવ્યુ છે કે ! તા. ૦૬/૦૩/૨૦૨૩ ને સોમવારના રોજ હોળીનો તહેવાર હોય હોળી એ અંબાજી થી ઉમરગામ સુધી ના આદિવાસી બેલ્ટમાં મુખ્ય ધાર્મિક તહેવાર છે. જેની ઉજવણી સમગ્ર આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો તેમજ શિક્ષકો આ તહેવારની ઉજવણી પોતાના વતન માં કુટુંબ પરિવાર સાથે ઉજવી શકે જે અર્થે તા. ૦૬/૦૩/૨૦૨૩ સોમવારના રોજ આપના તાબા હેઠળ ની આદિવાસી વિસ્તારોના ૧૪ જીલ્લાઓ અને ૫૩ તાલુકા ની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા રાખવા તેવી તેમને પત્ર માં મન કરી છે