રૂા.૭.૫૦ લાખથી વધુ વાર્ષિક પેન્શન હોય તેવા પેન્શનરો જોગ જૂના/નવા ટેક્ષ સ્લેબ અંગે અગત્યનું
પેન્શનરોએ તા.૩૧ માર્ચ સુધી જિલ્લા તિજોરી કચેરીમાં અરજી આપવાની રહેશે
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા તમામ પેન્શનરો (કુટુંબ પેન્શનરો સિવાય) આગામી નાણાંકિય વર્ષ ૨૦૨૩-૨૪ થી આવકવેરા કાયદા હેઠળ નવી પદ્ધતિ અનુસારના ટેક્ષ સ્લેબ અને જૂની પદ્ધતિ અનુસારના ટેક્ષ સ્લેબ આમ બે વિકલ્પ આપવામાં આવ્યા છે.
આથી જે પેન્શનરોનું વાર્ષિક પેન્શન રૂા.૭.૫૦ લાખ કરતા વધારે હોય અને જૂની પધ્ધતિ પ્રમાણેના ટેક્ષ સ્લેબમાં જોડાવા માંગતા હોય તેમણે તા.૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૧-૦૦ થી ૨-૦૦ કલાકના સમયગાળા દરમિયાન અરજી આપવાની રહેશે.
પેન્શનરોએ રોકાણની વિગતો આધાર-પુરાવા સાથે જૂન-૨૦૨૩ સુધીમાં કચેરી ખાતે ૨જૂ ક૨વાના ૨હેશે. જો પેન્શનરો દ્વારા જૂની જણાવેલ સમયગાળા દરમિયાન ટેક્ષ સ્લેબના બે વિકલ્પોમાંથી જૂની પધ્ધતિ અનુસાર ટેક્ષ સ્લેબ સ્વીકારવાની અરજી આપેલ નહી હોય તો તેવા પેન્શનરો દ્વારા નવી ટેક્ષ સ્લેબની પધ્ધતિ સ્વીકારેલ છે, તેમ માનીને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક ૫૨ આવકવેરાની કપાત કરવામાં આવશે. આવકવેરા કાયદા હેઠળ આવતા તમામ પેન્શનરોએ જૂની ટેક્ષ સ્લેબની પધ્ધતિ સ્વીકારેલ તેવી અરજી સાથે પાનકાર્ડની પ્રમાણિત નકલ કચેરીમાં ૨જૂ ક૨વાની રહેશે, જે અંગે જિલ્લા તિજોરી અધિકારી, રાજપીપલા-નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.