રાજપીપળાની પરિણીતાએ સાસરિયાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી, દહેજ માટે માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ
રાજપીપળા જુનેદ ખત્રી
રાજપીપળા ની પરિણીતા એ અમદાવાદ રહેતા તેના સાસરીયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે
સ્વીટી બેન ઉર્ફે ડોલી એ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપીઓ ૧) ગૌરવભાઇ હરેશભાઈ રામી (૨) મીનાબેન હરેશ્તાઈ રામી બન્ને રહે એ- સાલીન હાઇટસ-૫ છઠ્ઠામાળ વટાવ અમદાવાદ (૩) લીનાબેન તારકેશકુમાર રામી રહે.વિદ્યાનગર જી.આંણદ જેમાંથી ૧) ફરીબેનના પતિ ૨) સાસુ ૩) નંણદનાઓએ ફરી બેનને લગ્નના બે-ત્રણ મહિના બાદથી ફરીબેન સાથે ઘરકામ બાબતે બોલાચાલી ઝઘડો કરી શારીરીક માનસીક ત્રાસ આપી તેમજ આરોપી નં.૨,૩નાઓ ફરીબેનને કહેતા કે તારા માતા- પિતાએ તને કરીયાવરમાં કઇ આપેલ નથી. જેથી તારા મા-બાપના ઘરેથી રૂપિયા તથા સોના-ચાંદીના દાગીના લઈ આવજે તેમ કહી ફરીબેન પાસે દહેજની માંગણી કરી તેમજ આરોપી નં.૨,૩નાઓ આરોપી નં.૧ને ફરીબેન વિશે ખોટી ચઢામણી કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હોય તેમજ ફરીબેનને છુટાછેડા આપી ઘરમાથી કાઢી મુકવાની વાત કરી બધા ભેગા મળી ઘરકામ બાબતે બોલા-ચાલી ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપી સોનું-ચાંદીના દાગીના તથા દહેજ પેટે રૂપિયાની માંગણી કરી મેણા-ટોણા મારતા રાજપીપલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે