DEDIAPADANARMADA

નર્મદાના દેડીયાપાડા ખાતે યોજાયો “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો

તાહિર મેમણ :- મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ.ના સંયુક્ત ઉપક્રમે દેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી – અભિયાન” મેળો યોજાયો હતો.

જિલ્લાની પ્રત્યેક દિકરીઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસની દિશામાં અગ્રેસર થવાના ઉમદા આશય સાથે યોજાયેલા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, સમાજ હોય, રાજ્ય હોય કે રાષ્ટ્ર, દેશની પ્રત્યેક દિકરી આજે પુરુષો સાથે ખભેખભા મેલાવીને આગળ વધી રહી છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ દિકરીઓને પોતાની કુશળ કાર્યશૈલીથી પોતાના ભવિષ્યનું શ્રેષ્ઠ નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે.

આ પ્રસંગે તેઓશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, દિકરીઓ ટેક્નોલોજી સાથે કનેક્ટ થઈ રહી છે, છેવાડાની દિકરીને પણ સમાજમાં શુ ચાલી રહ્યું છે તેની માહિતી છે. આજે દિકરીઓ સરકારશ્રીની અનેક યોજનાકીય માહિતીથી વાકેફ થઈ વિવિધ શ્રેષ્ઠ યોજનાઓનો લાભ લઈને પોતે તો આત્મનિર્ભર બની જ છે. પરંતુ અન્યને પણ રોજગાર પુરુ પાડવા દિકરીઓ સક્ષમ બની રહી છે.

આ કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્ય, આઈસીડીએસ, સમાજ સુરક્ષા, સખી વનસ્ટોપ સેન્ટર, બાળ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ સ્ટોલ ખુલ્લા મુકીને કિશોરીઓ તેમજ બાળકોના આરોગ્ય, શિક્ષણ, પોષણ, રક્ષણ સહિત આર્થિક તેમજ સામાજિક સશક્તિકરણ તેમજ સરકારશ્રીની અનેકવિધ યોજનાકીય માહિતીથી અવગત કરાવ્યાં હતા.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!