ડેડીયાપાડા નગર ખાતે હોળી ધુળેટી પર્વે ખજૂર , કોપરા ની લાગી હંગામી દુકાનો.

0
19
વાત્સલ્યમ્ સમાચાર

WhatsApp Image 2023 03 05 at 1.40.26 PM

હોળી ને હવે ગણતરી ના દિવસ બાકી રહ્યા છે ત્યારે ઘરાકી ના નીકળતા વેપારીઓમાં ચિંતાનું મોજું

તાહિર મેમણ : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે હોળી ધુળેટી પર્વે ચાર પાંચ દિવસ પહેલા જ ખજૂર, હાયડા, ધાણી, સેવ, દાળિયા ની હંગામી દુકાનો લાગવાની શરૂ થઈ જાય છે. નાના વેપારીઓ મોટા વેપારીઓ એ પોતાની દુકાનોમાં ભરપૂર માત્રામાં માલ સમાન ભરી લીધો છે. પણ બજારોમાં મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે.

ડેડીયાપાડા ખાતે હોળી નું મોટું બજાર ભરાય છે. અને તાલુકાની પ્રજા ખરીદી માટે ડેડીયાપાડા જ આવે છે. ડેડીયાપાડા ખાતે હાલ હંગામી ધોરણે ખજૂર, કોપરા ઓની દુકાનો ઠેરઠેર લાગી જવા પામી છે.
નગર ના તમામ માર્ગો પર મંડપો લાગી ચુક્યા છે. ખજૂર, કોપરા ,દાળિયા, સેવ વિવિધ વસ્તુઓ ની દુકાનો લાગી જવા પામી છે.હોળી ધુળેટી પર્વ ને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. છતાં કાળઝાળ મોંઘવારી ના કારણે બજારમાં ઘરાકી નહીં જામતા વેપારી આલમમાં ચિંતાનું મોજું જોવા મળી રહેલ છે. બજારમાં ખરીદી માહોલ હજુ જામ્યો નથી. વેપારીઓ દ્વારા લાખો રૂપિયાના માલ સમાન ની ખરીદી કરીને બેઠેલા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહેલ છે.

હોળી ધુળેટી ના પર્વનું કાઉન ડાઉન શરૂ થઈ ગયું છે. ડેડીયાપાડા ખાતે ઠેર ઠેર હંગામી દુકાનો લાગી જાવા પામી છે. નાના મોટા વેપારીઓ પોતાની દુકાનો આગળ ખજૂર કોપરા ની દુકાનો લગાવી દીધી છે. હોળી ના પર્વને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે પરંતુ હાલ બજારમાં જોઈએ એવી ઘરાકી જોવા મળતી નથી.જેને લઈને વેપારીઓ ચિંતિત બન્યા છે. વેપારીઓને આશા છે કે હોળી ધુળેટીના અગાઉ ના દિવસોમાં ઘરાકી નીકળશે તેવી આશા સેવી રહેલ છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews