કેવડીયા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : એક મહિલા અને કિશોરની અટકાયત કરાઈ

0
29
વાત્સલ્યમ્ સમાચાર

કેવડીયા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : એક મહિલા અને કિશોરની અટકાયત કરાઈ

નર્મદા એલસીબીએ ચોરાયેલા મુદ્દામાલને કબ્જે કર્યો : કિશોર બકરા ચરાવવા ગયો ત્યારે મુદ્દામાલ ચોરી કરી લાવ્યો હોવાનું સામે આવ્યું

નર્મદા : જુનેદ ખત્રી

કેવડિયા વિસ્તારમાં થયેલી ઘરફોળ ચોરીનો ભેદ નર્મદા એલસીબી એ ઉકેલી નાખ્યો છે નર્મદા એલસીબી દ્વારા ચોરાયેલ મુદ્દા માલ કબજે કરી એક મહિલા અને એક કિશોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છેIMG 20230122 WA0016

ગુનાની વિગત એવી છે કે કોઇ અજાણ્યા ઇસમે કેવડીયા કોલોની પતરા ટાઇપના કવાર્ટરમાં રહેતા ફરીયાદીના મકાનનો પાછળનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીની જણસો તથા રોકડની ઘરફોડ ચોરી કરી હતી જેનો ગુનો કેવડીયા પોલીસ મથકમા નોંધાયો હતો આ ગુનાની તપાસમાં એલ.સી.બી. પી.આઇ. જે.બી ખાંભલા તેમજ પોલીસ માણસોએ કેવડીયા પો.સ્ટે. વિસ્તારના સીસીટીવી ફુટેજ તેમજ શકમંદ ઇસમોની પુછપરછ કરી એ દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, સદર ગુનાના કામે ચોરીમાં ગેયલ મુદ્દામાલ કેવડીયા ગામના ટેકરાફળીયા- કોઠી વિસ્તારમાં રહેતા રેખાબેન વિક્રમભાઇ તડવીનાઓના ઘરે હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ ઘરની ઝડતી તપાસ કરતાં ગુનાના કામે ગયેલ સોનાની ચેઇન, ચાંદીની લક્કી તથા રોકડ રકમ રૂપિયા મળી કુલ કિ.રૂ.૩૪,૦૦૦/-ના મુદ્દામાલ મળી આવયો હતો આ અંગે આરોપી બહેનની વિશેષ પુછપરછ કરતાં તેણે સદર મુદ્દામાલ પોતાનો છોકરો બકરા ચરાવવા ગયેલ ત્યાં મોટા સર્કલ પાસે પતરા ટાઇપ કવાર્ટરના ઘરમાંથી ચોરી કરી આ મુદ્દામાલ લઇ આવી આપેલ તેને મહિલાએ ઘરમાં સંતાડી રાખેલાની કબુલાત કરતાં મુદ્દામાલ તથા આરોપી બહેનને તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને હસ્તગત કરી આગળની વધુ તપાસ અર્થે કેવડીયા પો.સ્ટેને સોંપવામાં આવ્યા છે

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews