ઓલપાડ સુરત વિસ્તારના મર્ડરના ગુનાના કામના નાસતા ફરતા આરોપીને ટ્રાફીક શાખા નર્મદાએ ઝડપી લીધો

0
122
વાત્સલ્યમ્ સમાચાર

ઓલપાડ સુરત વિસ્તારના મર્ડરના ગુનાના કામના નાસતા ફરતા આરોપીને ટ્રાફીક શાખા નર્મદાએ ઝડપી લીધો

રાજપીપલા : જુનેદ ખત્રી

નાઇટ રાઉન્ડ દરમિયાન નર્મદા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ માણસો વાહન ચેકીંગની કામગીરીમાં માંડણ ગામ પાસે વળાંકમાં હતા દરમ્યાન એક સફેદ કલરની એકટીવા ઉપર જેની આગળ પાછળ નંબર પ્લેટ ન હોય જેનો ચેસીચ નં. JF50E-D-0140912 લઇને આવેલ જેને ઉભો રાખી નામઠામની ખાતરી કરતાં તેણે યેનકેન પ્રકારે જવાબ આપેલ જેથી તેના નામઠામની ખાતરી કરવા તેની અંગ ઝડતી કરતાં તેના પેન્ટના પાછળના ખિસ્સામાંથી પાકીટ તેમજ બે ડાયરી મળી આવેલ જે પાકીટમાં રહેલ કાગળો ચેક કરતા તેમાંથી એક ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ તથા કાચા કામના કેદીની ટીકીટ તથા ગુજરાત હાઇકોર્ટ દ્વારા વચગાળાના જામીન પરથી જેલમુકત થયાનું પ્રમાણપત્ર મળી આવેલ જે આધારે વધુ તપાસ કરતા સદર આરોપી ઓલપાડ પો.સ્ટે સુરત નો IPC – ૩૦૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબના ગુનાના કામે પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હોય અને લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના આરોપી નંબર- ૮૬૬/૨૦૨૩ નો આરોપી હોય જેને ઝડપી પાડી આરોપીને હસ્તગત કરી રાજપીપળા પોલીસ સ્ટેશનને સોંપવા જરૂરી કાર્યવાહી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here