સીઆરપીએફની મહિલા બાઈકર્સની ટીમ યશસ્વિનીનું નર્મદા જિલ્લામાં ભવ્ય સ્વાગત
કન્યાકુમારીથી પ્રારંભાયેલી મહિલા બાઈકર્સ રેલીને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે શુભેચ્છા પાઠવી
સીઆરપીએફ મહિલાઓની આ ટુકડીનું સાહસ નવા રાષ્ટ્ર નિર્માણને વધુ મજબુત કરશે : ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ
જુનેદ ખત્રી > રાજપીપલા
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ સીઆરપીએફ કેન્દ્રીય રીઝર્વ પોલીસ ફોર્સની મહિલા બાઈકર્સની ટુકડી “યશસ્વીની” નું નર્મદા જિલ્લામાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બેટી બચાવો, બેટી પઢાવો સહિત મહિલા સશક્તિકરણ અંગે જાગૃતતા ફેલાવતી આ બાઈક રેલીને ધારાસભ્યએ શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કન્યાકુમારીથી પ્રારંભાયેલી મહિલા બાઈકર્સ ટીમ યશસ્વિનીને ધારાસભ્ય ડો. દેશમુખ તેમજ નાંદોદ તાલુકા પંચાયત વનિતાબેન વસાવા અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જે.બી.પરમારની ઉપસ્થિતિમાં વ્હાલી દિકરીના હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ રમતક્ષેત્રે સિધ્ધી મેળવેલ નર્મદા જિલ્લાની ગૌરવવંતી દિકરીઓને પણ આ પ્રસંગે સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં બિરસા મુંડા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ આદિજાતિ સંસ્કૃતિની ઝાંખીથી પરિચિત કરાવતુ આદિવાસી નૃત્યના પ્રસ્તુત કર્યુ હતુ.