થરાદ તાલુકાની નારોલી પ્રા.કે.શાળા સમગ્ર રાજ્ય માં ખો-ખો અંડર ૧૪ ભાઈઓ રમત માં ત્રીજા સ્થાને વિજેતા.

0
62
વાત્સલ્યમ્ સમાચાર

અંબાલાલ પટેલ

સમગ્ર રાજ્ય માં કુલ ૪૧ ટીમોએ ભાગ લીધો હતો.ત્યારે નારોલી પ્રા.કે.શાળાએ બનાસકાંઠા નું નેતૃત્ત્વ કર્યું હતું.

સમગ્ર ગુજરાત ભર માં નારોલી પ્રા.કે.શાળા એ બનાસકાંઠા નું નેતૃત્ત્વ કરી ખો-ખોં ની રમત માં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. ત્યારે તા.૨૩/૧૦/૨૦૨૩ થી ૨૪/૧૦/૨૦૨૩ ના રોજ રાજ્ય કક્ષા (એસ.જી.એફ.આઈ) અંડર ૧૪ ભાઈ ઓની ખો – ખો નું રાજ્યકક્ષા ની રમત ગમત માટેનું આયોજન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રાર્થના વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત રાજ્યની કુલ ૪૧ ટીમો એ ભાગ લીધો હતો.જ્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની નારોલી પ્રા.કે.શાળાની વિજેતા ટીમે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.જ્યારે મોડાસા ખાતે ખો – ખો ની રમત ગમત માં ભાગ લઈ ખૂબ જ સારું પ્રદર્શન કરી રાજ્ય કક્ષા એ ત્રીજો નંબર મેળવ્યો હતો.જ્યારે થરાદ તાલુકાની નારોલી ખાતે આવેલ પ્રા.કે.શાળા ની ટીમે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રાજ્યકક્ષા એ રોશન કર્યું હતું.ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આનંદ ની લાગણી જોવા મળી રહી હતી.જ્યારે આ ટીમના કોચ આંબાભાઈ.ડી.પટેલ,તેમજ ટીમ મેનેજર શ્રી ભાવેશ કુમાર.જે.બરંડા એ ખૂબ જ મહેનત કરી આ ટીમને રાજ્ય કક્ષાએ ત્રીજા નંબરે પહોંચાડવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા.IMG 20231025 WA0477 1

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews