નવસારી જિલ્લા પંચાયત હસ્તકના બ્રિજોનું અધિક્ષક ઈજનેર મા×મ વર્તુળ સુરત અને કાર્યપાલક ઈજનેર નવસારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશા-દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં રોડ રસ્તા રિપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

તેમજ સરકારશ્રીના અભિગમ અને પહેલથી માર્ગ રીપેરીંગ તેમજ સુધારણા હેઠળની અને પંચાયત માર્ગ અને મકાન પેટા-વિભાગ વાંસદા દ્રારા પ્રગતિ હેઠળ ડામર પેચવર્કની કામગીરીની અધિક્ષક ઈજનેરશ્રી, પંચાયત (મા.મ.) વર્તુળ, સુરત અને કાર્યપાલક ઈજનેરશ્રી, પંચાયત (મા.મ.) વિભાગ, નવસારી દ્રારા મુખ્ય જિલ્લા માર્ગ કક્ષાનો પ્રતાપનગર વાંદરવેલા રોડ કિ.મી. ૦/૦૦ થી ૬/૪૦ અને મુખ્ય જિલ્લા માર્ગ કક્ષાનો મોટીવાલઝર ઉપસળ વણારસી રોડ કિ.મી. ૦/૦૦ થી ૫/૧૦ ની સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું




