નવસારી: કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના ૯ વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રકો મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી.

0
16
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારીIMG 20230305 193613નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે ૧૮ મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો. જેમાં કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના વિદ્યાર્થીઓએ કુલ ૧૭ માંથી, ૯ સુવર્ણચંદ્રકો ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહોદયશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મેળવ્યા.

વિદ્યાર્થી કુશ જાનીએ ૭ સુવર્ણચંદ્રક મેળવ્યા અને વિદ્યાર્થીની અનુષ્કા સિન્હા એ ૨ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા.

જણાવતાં આનંદ થાય છે કે કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ આદરણીય કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ સાહેબના સબળ નેતૃત્વ હેઠળ કોલેજના આચાર્યશ્રી ડો. ડી.ડી. પટેલના સબળ માર્ગદર્શનથી શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃત્તિઓમાં ખુબજ સફળતા પ્રાપ્ત કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં જ રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ કોલેજે ચેમ્પિયનશીપ મેળવી હતી અને હવે વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રકો મેળવી રાજયસ્તર કરતાં ઉચ્ચસ્તરીય એટલે કે રાષ્ટ્રીય સ્તરે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું છે. પદવીદાન સમારંભમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ કોલેજના આચાર્યશ્રી, પ્રાધ્યાપકગણ તેમજ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews