NAVSARI

નવસારી: ૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ચીખલી ખાતે કરવામાં આવશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી આગામી તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૨૩ના ૭૪ માં પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ, ચીખલી ખાતે યોજાશે. જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યથક્ષસ્થાનને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્લા સેવા સદન, નવસારી ખાતે બેઠક મળી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ હાજર રહેલા વિવિધ વિભાગોના વડાઓને પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબ્લો નિદર્શન તેમજ કાયદો-વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ સહિત આનુષાંગિક વ્યવસ્થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી, એમ.એસ.ગઢવી, પ્રાયોજના વહીવટદારશ્રી એમ.એન.નલવાયા,પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!