નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સવારે ૮ થી રાત્રે ૯ કલાક સુધી ગુડઝ તથા પેસેન્જર વાહનો પ્રવેશ પર પ્રતિબંધ

0
16
વાત્સલ્યમ્ સમાચાર
  1. વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ નવસારી IMG 20230304 185700 scaledનવસારી નગરપાલિકા-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગુડઝ તથા પેસેન્જર વ્હીકલવાળા વાહનો પ્રવેશ કરી શકશે નહિ. નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં તા.૧૨/૦૩/૨૦૨૩ થી તા.૦૯/૦૬/૨૦૨૩ સુધી ગુડઝ તથા પેસેન્જર વ્હીકલવાળા વાહનો સવારે ૮-૦૦ થી બપોરે ૧૩-૦૦ કલાક સુધી તેમજ સાંજે ૧૬-૦૦ કલાક થી ૨૧-૦૦ કલાક સુધી કોઇપણ રસ્તાથી પ્રવેશ કરવા તેમજ અવર-જવર કરવા પર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

    આ વાહનોમાં સરકારી-અર્ધ સરકારી કામે રોકાયેલ વાહનો4 આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો4 પોલીસ વાહનો4 સ્કુલ બસ4 ઍમ્બ્યુલન્સ4 ઍસ.ટી.બસ4 ફાયરના વાહનો4 વિદ્યાર્થી પ્રવાસ બસ4 લગ્ન પ્રસંગની બસ તેમજ ઇમરજન્સી સર્વિસમાં સમાવેશ થતો હોય તેવા વાહનોને આ જાહેરનામાંમાંથી મુકિત રહેશે. ખાસ કિસ્સાઓમાં ઉકત પ્રતિબંધિત સમય દરમિયાન કોઇ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવા માટે જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં અરજદારોએ નાયબ પોલીસ અધિક્ષકશ્રી4 હેડ કવાર્ટર4 નવસારી તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી4 ટ્રાફિક શાખા4 નવસારીનાઓની લેખિત મંજૂરી મેળવી લેવાની રહેશે. આ હુકમનો ભંગ કર્યે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ કસુરવાર સામે પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews