NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના મુકબધીર બાળકોએ નેશનલ કક્ષાએ અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*રાષ્ટ્રીયકક્ષા વોલીબોલ ડેફ ચેમ્પિનશિપ- 2025માં માનવ કલ્યાણ ટ્રસ્ટ “મમતા મંદિર” ના મૂક-બધિર બાળકો એ 14 મેડલો પ્રાપ્ત કર્યા*

*૧૧  ગોલ્ડ અને ૦૩ સિલ્વર મળી કુલ ૧૪ મેડલ પ્રાપ્ત કરી સંસ્કારી નગરી નવસારી તથા શાળાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું*

ઓલ ઈન્ડિયા સ્પોર્ટસ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા  ગત તા.૨૯-૦૮-૨૦૨૫ થી તા.૦૧-૦૯-૨૦૨૫ સુધી ૧૦મા નેશનલ વોલીબોલ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારતભરના ૧૪ રાજ્યમાંથી કુલ ૩૫૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

આ વોલીબોલ સ્પર્ધામાં નવસારી જિલ્લાના સ્વ. શ્રી મહેશભાઈ કોઠારીની સંસ્થા માનવ કલ્યાણ ટ્રસ્ટ “મમતા મંદિર” ના કુલ-૧૫ મૂકબધિર વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૧૬ વર્ષથી નાની વયમાં છોકરીઓએ -૦૩ ગોલ્ડ મેડલ, ૧૮ વર્ષથી નાની વયમાં છોકરીઓએ – ૦૩ ગોલ્ડ મેડલ, ૧૮ વર્ષથી મોટી વયમાં છોકરીઓએ-૦૨ ગોલ્ડ મેડલ, ૧૬ વર્ષથી નાની વયમાં છોકરાઓએ- ૦૩ ગોલ્ડ મેડલ, ૧૮ વર્ષથી નાની વયમાં છોકરાઓએ-૦૩ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. આમ કુલ ૧૧ – ગોલ્ડ અને ૦૩ સિલ્વર મળી કુલ -૧૪ મેડલ પ્રાપ્ત કરી નેશનલ કક્ષાએ અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી સંસ્કારી નગરી નવસારી તથા શાળાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે. વિજેતા થયેલ ખેલાડીઓને શાળાના વિપુલભાઈ પટેલ, કામીનીબેન રાઠોડ, પ્રકૃતિબેન ટંડેલ તથા આચાર્યશ્રી દિપકભાઈ ટંડેલે મેદાન પર હાજર રહી બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોએ મેળવેલ આ સિદ્ધિ માટે સંસ્થાના ટ્રસ્ટીગણ તથા “મમતા મંદિર” પરિવાર સહિત સમગ્ર નવસારીવાસીઓએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!