વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ટી.બી.મુક્ત ભારત‘ અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.પિનાકિન પટેલ અને વાંસદા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી.પ્રમોદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ વાંસદા તાલુકાના ભીનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યવિસ્તારમાં ખડકાળા ખાતે આવેલ શ્રીજી નર્સિંગ સ્કૂલમાં વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી કરવામાં આવી. વર્લ્ડ ટી.બી.ડે ઉજવણી અંતર્ગત વાંસદાના દાતાશ્રી અને હેલ્પીંગ હેન્ડ્સ સંસ્થાના સ્થાપક મણી-રત્ન વાળા શ્રી રસિકભાઈ સુરતી દ્વારા તાલુકાના ક્ષય રોગી દર્દીઓને સરકારશ્રી તરફથી નક્કી થયેલા ધારાધોરણ મુજબની પોષણ ક્ષમ આહાર કીટ વિતરણ કરવામાં આવી.
બાદમાં જન જાગૃતિ કેળવવાનાં હેતુ થી શ્રીજી ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ,ખડકાળાની તાલીમાર્થીઓ દ્વારા વિશાળ જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું.જેનું સંચાલન સંસ્થાના પ્રિન્સીપાલ શ્રી ગૌરવભાઈ બ્રહ્મભટ્ટ અને તાલુકા હેલ્થ કચેરીના ટી.બી.વિભાગના સીનીયર ટી.બી. સુપરવાઈઝર શ્રી પીન્કેશભાઈ પટેલ સીનીયર ટી.બી.લેબોરેટરી સુપરવાઈઝર શ્રી સંતોષભાઈ ઝાટકીયા તથા તાલુકા આઈ.સી.ટી.સી.(એચ.આઈ.વી.) કાઉન્સેલર શ્રી સુનીલભાઈ ગામીતે કર્યું હતું. શ્રીજી નર્સિંગ સ્કૂલ ખાતે ટી.બી.દિવસની ઉજવણી માટે ખાસ ઉપસ્થિત રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર શ્રી રાજેશભાઈ પરમાર અને પી.એચ.સી. સ્ટાફ શ્રી કૃણાલભાઈ પટેલ અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ થી સંસ્થાના સ્ટાફ કુ.તન્વી પરમાર, સેજલ ટંડેલ, ઉર્વી પરમાર તેમજ વૈશાલી રાઠોડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંસ્થાના તાલીમાર્થીઓ દ્વારા અને મેડમ સ્ટાફના ખાસ માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ ભીનારનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ની થર્મોકોલ પ્રતિકૃતિ આજના ખાસ પ્રસંગે ભિનાર પી.એચ.સી.ના સુપરવાઈઝર શ્રી રાજેશભાઈ પરમાર ને સંસ્થા વતી સંસ્થાના જી.એસ. કુ.દ્રષ્ટી પટેલ અને સ્ટાફ દ્વારા એનાયત કરવામાં આવી.સંસ્થાના વાઈસ પ્રિન્સીપાલ કુ.પ્રિયંકાબેન વસાવાએ પધારેલા મહેમાનો દાતાશ્રી દર્દીઓ અને કાર્યક્રમને સફળ બનાવનાર દરેકનો આભાર માન્યો હતો અને અંતે પ્રત્યેક તાલીમાર્થીઓ એ બુલંદ સુત્રોચ્ચાર વચ્ચે ટી.બી. મુક્ત ભારત કરવાના નેમ લીધા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો
નવસારી:શ્રીજી ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ,ખડકાળા ખાતે વિશ્વ ટી.બી. દિવસની અનોખી ઉજવણી કરી..
વાત્સલ્યમ્ સમાચાર