ખેરગામ બજારની પાઇપલાઇનનું ગંદુ પાણી મામલે બાવળી-દાદરી ફળિયાના લોકોનો વિરોધ

0
17
વાત્સલ્યમ્ સમાચાર

ખેરગામ બજારની પાઇપલાઇનનું ગંદુ પાણી મામલે બાવળી-દાદરી ફળિયાના લોકોનો વિરોધ
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ડ્રેનેજેનુ પાણી વોર્ડ નં.3 અને 13માં જતા કુવા-બોરના પાણી બગાડવાનો ભય

ખેરગામમાં તાજેતરમાં જ બનાવાયેલી ડ્રેનેજના પાણીના નિકાલની ગટર લાઈનનું પાણી વોર્ડ નં.3 અને 13 તરફના કોતરમાં જવાના પગલે ત્યાંના લોકોએ આજે ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભામાં વિરોધ કરતા ગ્રામસભામાં માહોલ ગરમાયો હતો,જોકે પંચાયતે ગટર સમિતિના હોદ્દેદારોને પાણી બંધ કરવા નોટીસ પાઠવવાની ખાતરી આપતા મામલો શાંત થયો હતો.

તાજેતરમાં બજાર વિસ્તારમાં જૂની ગટરના પાઈન કાઢી એની જગયાએ મોટા પાઇપ નાખી લાખો રૂપિયાની ખર્ચે નવી ગટરલાઇન તૈયાર કરવામાં આવી છે.પરંતુ ગટરલાઈનનું પાણી કોતર થઈને દાદરી ફળિયા તરફ જતા વોર્ડ નં.3 અને વોર્ડ નં.13ના રહીશોએ ગંદા પાણીથી કુવા તથા બોરના પાણી બગડવાની તેમજ ખેતરોમાં પાકને નુકશાન થવાની દહેશતના પગલે વિરોધ નોંધાવી થોડા દિવસ પહેલા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.શુક્રવારે ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઝરણાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી ગ્રામસભામાં ગંદા પાણી બાબતે દાદરી ફળિયા તેમજ ચીખલી રોડ બાવળી ફળિયા વિસ્તારના લોકોએ એકસુરમાં ગંદા પાણીનો વિરોધ કરતા મામલો ગરમાયો હતો.અને ગ્રામ પંચાયતને આ ગંદુ પાણી આવતું બંધ કરવા રજુઆત કરી હતી.આ મામલે ગ્રામ પંચાયત દ્વારા બજારની ગટર સમિતિના હોદ્દેદારોને નોટિસ મોકલી પાણી બંધ કરવા સૂચના આપવામાં આવશે અને જો પાણી બંધ નહીં થાય તો પંચાયત દ્વારા લાઈનમાં ડૂચો મારી પાણી બંધ કરવામાં આવશે એવી ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.ગ્રામસભામાં વોર્ડસભ્ય દ્વારા નલસે જળ યોજનામાં અમુક જગ્યાએ હજુસુધી પાણી પહોંચ્યું નથી જે બાબતનો ઉકેલ લાવવા પણ માંગ કરાઈ હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews