KHERGAMNAVSARI

ખેરગામ વેપારી મંડળની બેઠકમાં મહિનાના છેલ્લા રવિવારે દુકાનો બંધ રાખવાનો નિર્ણય યથાવત

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

oppo_0

ખેરગામ વેપારી મંડળ દ્વારા છેલ્લા છ મહિનાથી મહિનાના છેલ્લા રવિવારે દુકાનો બંધ રાખવાનો નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો હતો. જોકે આ સમયગાળા દરમિયાન કેટલાક વેપારીઓમાં અસંતોષ અને અલગ-અલગ અભિપ્રાયો સામે આવતા નિર્ણયના અમલીકરણમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી. આ મુદ્દે સર્વસંમતિ મેળવવા માટે તા. 24/05/2026ના રોજ ખેરગામ ખાતે રામજી મંદિર પરિસરમાં વેપારીઓની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વેપારીઓએ ખુલ્લા મનથી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. કેટલાક વેપારીઓએ શનિવારે દુકાન બંધ રાખવાનો વિકલ્પ રજૂ કર્યો હતો, જ્યારે કેટલાક દ્વારા અમાસ અને પૂનમના દિવસે દુકાન બંધ રાખવાની રજૂઆત કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન થોડો વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ અંતે વાતાવરણ શાંત બનતા સર્વસંમતિ તરફ આગળ વધવામાં આવ્યું હતું. વેપારી મંડળ દ્વારા હાજર વેપારીઓના હાથ ઊંચા કરાવી મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં મહિનાના છેલ્લા રવિવારે દુકાનો બંધ રાખવાના સમર્થનમાં વધુ મત મળતા વેપારી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને સંગઠન દ્વારા અગાઉનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો હતો. સાથે જ બેઠક દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે મહિનાના છેલ્લા રવિવારે શાકભાજી અને મેડિકલ સિવાય અન્ય કોઈપણ દુકાન ચાલુ રાખવામાં નહીં આવે. વેપારીઓ દ્વારા આ નિર્ણયનું પાલન કરી સંગઠનને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. જો કોઈ વેપારી દુકાન ખુલ્લી રાખશે તો વેપારી મંડળ દ્વારા તેમની સાથે ચર્ચા કરી સમજાવવામાં આવશે તેમજ તેમની રજૂઆત સાંભળી સંગઠન સાથે સહમતિ જળવાઈ રહે તે માટે પ્રયાસ કરવામાં આવશે.

ખેરગામ વેપારી મંડળની ટીમ:

પ્રમુખ – અમરતભાઈ પટેલ

ઉપપ્રમુખ – કમલેશભાઈ ખત્રી

ઉપપ્રમુખ – પંકજ મોદી

મંત્રી – મુકેશ ટી. ભાનુશાલી

મંત્રી – દિલીપ કે. ચાંદ્રા

કોષાધ્યક્ષ – ભેરુભાઈ કુમાવત

સલાહકાર – ધર્મેશભાઈ ભરૂચા

ખેરગામ વેપારી મંડળ દ્વારા વેપારીઓમાં એકતા અને સહમતિ જળવાઈ રહે તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!