KHERGAMNAVSARI

ભૈરવી પ્રાથમિક શાળા માં યુનિફોર્મ, ધાબળા, સાડી, અને નોટબૂક નું વિતરણ કરાયું*

ભૈરવી પ્રાથમિક શાળા માં યુનિફોર્મ, ધાબળા, સાડી, અને નોટબૂક નું વિતરણ કરાયું*
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના બાપા સીતારામ ફાર્મ પાસે આવેલી ભેરવી પ્રાથમિક શાળા ના 100વિદ્યાર્થીઓને દેવનારાયણ ગૌધામ મોતા ના પૂજ્ય તારાચંદ બાપુ તરફ થી વિદ્યાર્થીઓને યુનિફોર્મ, ધાબળા, ટિફિનબૉક્સ, નોટબૂક,પેન્સિલ અને પંજાબી ડ્રેસ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GTPL ના ચેરમેન વિજયભાઈ ગોસ્વામી , કેતન સાવલિયા, રાજુભાઈ ટાંક, વિપુલભાઈ વાણીયા, મગનભાઈ કલસરીયા, Rssના મનોજભાઈ શર્મા, ડિસ્ટ્રીક્ટ કોર્ટ સૂરત ના વિજયભાઈ જાલંધરા , અર્પિતભાઈ (ગાયત્રી પરિવાર), યાતીશભાઈ ધોડકા,ભેરવી ગામના સરપંચ શ્રી સુનીતાબેન આર. પટેલ,વજીરભાઈ પટેલ (ડેપ્યુટી સરપંચ ભેરવી) પધાર્યા હતા જેમનું સ્વાગત શાળા પરિવાર ના અરવિંદભાઈ પટેલ (પ્રિન્સિપાલ), ભારતીબેન પટેલ (ઉપ શિક્ષક), વિશેશા બેનપટેલ (ઉપ શિક્ષક), પ્રિયંકાબેન પટેલ, દર્શનાબેન પટેલ દ્રારા કરવામાં આવ્યું હતુ. પૂ. પ્રફુલભાઇ શુક્લ અને પૂ. તારાચંદ બાપુ દ્રારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. અંત માં આભા્રવિધિ કિશનભાઇ દવે દ્રારા કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!