એનએસએસ orientation અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ આયોજિત થયો

0
35
વાત્સલ્યમ્ સમાચાર

નિલેશ દરજી શહેરા IMG 20230914 WA0020 1

 

નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરાયું

 

 

ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તારીખ 13 સપ્ટેમ્બર 2023 ના આજરોજ એફવાય બીએસસી અને એફવાય બીએ ના વિદ્યાર્થીઓનું એનએસએસના વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક કરી અને સ્વાગત કર્યું. Nss માં બે વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી મળતા પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. આ ઉપરાંત ગત વર્ષમાં આયોજિત વોટીંગ અવેરનેશ સ્પર્ધા અને શિક્ષક દિન નિમિત્તે આયોજિત સ્પર્ધાના વિનર્સને સર્ટિફિકેટ અને મોમેન્ટો પણ અર્પણ કરાયા હતા. મુખ્ય અતિથિ તરીકે ઇકોનોમિક્સ વિભાગના ડો જી વી જોગરાણા સાહેબ, અતિથિ વિશેષ તરીકે સંસ્કૃત વિભાગના ડો રાજેશ વ્યાસ સાહેબ, હોમ સાયન્સ વિભાગના ડો. પિનલ જાદવ મેડમ સહિતના અધ્યાપકો હાજર રહ્યા હતા. પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ નાકર તેમજ હંસાબેન ચૌહાણ એ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઉદબોધનમાં ડો રૂપેશ નાકરે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ એનએસએસ માં જોડાઈ છે તે અભ્યાસમાં પણ એટલા જ મહેનતુ હોય છે. એનએસએસ જેવી પ્રવૃત્તિથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય છે. ડો.જી.વી. જોગરાણા સાહેબે ખાસ વિદ્યાર્થીઓને પોતાના અનુભવો દ્વારા સમજાવ્યું હતું કે સ્વની ભાવનામાંથી સમાજની ભાવના તરફ જઈશું તો જ સમાજનો વિકાસ થશે. ડો. આર સી.વ્યાસ સાહેબે વિદ્યાર્થીઓને સુંદર ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. કેમ્પસ એમ્બેસેડર રોશન પરમાર તેમજ રુચિતા કોન્ટ્રાક્ટરે મતદાન જાગૃતિનો સંદેશ પણ આપ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અઢીસોથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. અંતે સ્પોર્ટ્સ ઇન્ચાર્જ અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર હંસાબેન ચૌહાણ એ સૌની આભાર વિધિ કરી હતી

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here