દિવાળી પર્વે અદાણી ફાઉન્ડેશન દ્વારા પીડિતોના જીવનમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ 

0
235
વાત્સલ્યમ્ સમાચાર

૧૮-નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

દિવાળી પર્વે અદાણી ફાઉન્ડેશન દ્વારા પીડિતોના જીવનમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ.

અનાથોના આત્મીયજન બની ખુશીઓની લ્હાણી કરી..!

કો’ક દિલમાં દિપ જલાવો તો સાચી દિવાળી, દીન દુ:ખીયાના દિ’વાળો તો સાચી દિવાળી.

ભુજ કચ્છ :- દિવાળી પર્વે અદાણી ફાઉન્ડેશને દુ:ખીઓના બેલી બની તેમના જીવનમાં આશા અને ઉમંગનો દિપ પ્રજ્વલીત કર્યો છે. મોરબી પૂલ દુર્ઘટનાના પીડિતોના આંસુ લુછી તેમના જીવનમાં નવો ઉત્સાહ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે. ફાઉન્ડેશનની ટીમે એ ગોજારી દુર્ધટનામાં માવતર ગુમાનારાઓને પ્રકાશ પર્વની શુભેચ્છાઓ પ્રેક્ષિત કરી. એટલું જ નહીં, તેમના ઘરે મીઠાઈઓ વહેંચી અસહ્ય દુ:ખ હળવા કરવાનો પ્રયત્ન કર્યો. એ આકરી પીડાના અંધકારનો સામનો કરી રહેલા લોકોના જીવનમાં દિવાળીનો ઉજાસ પાથર્યો.30 ઓક્ટોબર 2022 ના ગોજારા દિવસે સર્જાયેલી મોરબી પુલ દુર્ઘટનાને કોઈ ભૂલી નહીં શકે. એ કમનસીબ દુર્ઘટનાના અસરગ્રસ્તોના દુ:ખમાં સહભાગી બની ફાઉન્ડેશનની ટીમે સૌ પ્રથમ તેમના પડખે અડીખમ ઉભું રહ્યું હતું. જેમણે મા-બાપ ગુમાવ્યા તે બાળકોની જવાબદારી ફાઉન્ડેશને તાત્કાલિક ધોરણે સ્વીકારી હતી.આંખના પલકારામાં જે જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ તેમાં અનેક બાળકોએ પોતાના માવતર ગુમાવ્યા હતા. એવા સંજોગોમાં અદાણી ફાઉન્ડેશન તરફથી 20 બાળકોને 5 કરોડ એટલે એક બાળકના નામે 25 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવી આપવામાં આવી હતી. ફાઉન્ડેશનની ટીમ દ્વારા પીડિતોને સરકારી યોજનાઓના શક્ય તમામ લાભો મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.ફિક્સ ડિપોઝિટના વ્યાજની રકમમાંથી શિક્ષણનો ખર્ચો પૂરો કરવામાં આવશે. ફાઉન્ડેશનની ટીમ પીડિતોને નિયમિત મળી ખબર-અંતર મેળવતી રહે છે. પીડિતો અદાણી ફાઉન્ડેશનને આત્મીયજન માની સુખદુ:ખના સાથી સમજે છે. અદાણી ફાઉન્ડેશનના સાર્થક પ્રયાસોથી પીડિત પરિવારો દિપોત્સવમાં અનેરા રંગોના ઉત્સાહ સાથે દિવાળી માણી શક્યા. આશ્વાસન રૂપી દીપકોના પ્રકાશથી નવી આશાના કિરણો રેલાયા અને મીઠાશથી દુ:ખોની ખારાશ ઓસરાઈ ગઈ.

IMG 20231118 WA0002 IMG 20231118 WA0003 IMG 20231118 WA0001 IMG 20231118 WA0000

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews