HALOLPANCHMAHAL

હાલોલનાં દાવડા ખાતે આવેલ ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ ખાતે સ્કૂલની વાર્ષિક દિવસની ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૪.૨.૨૦૨૪

હાલોલનાં ગોધરા બાયપાસ રોડ પર દાવડા ખાતે આવેલ ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ ખાતે ૨જી અને ૩ જી ફેબ્રુઆરી એમ બે દિવસ વાર્ષિક રસોસ્તવ ની ઉજવણી શાળાના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિત મહાનુભાવો ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાથના થી કરવામાં આવી હતી.આ પ્રસંગે સ્કુલનાં આચાર્ય દ્વારા સ્કૂલ નો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અને તેઓએ જણાવ્યું હતું કે આ સંસ્થા વધુ પ્રગતિ કરે અને સારું શિક્ષણ મળે તેવા અથાર્ગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ કાર્યક્રમ માં સ્કુલ નાં વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંકૃતીક કાર્યક્રમો યુગાન્તર ની થીમ દ્વારા રજૂ કરાયા હતા. યુગો યુગો ની કહાની આબેહૂબ પ્રસ્તીત કરવામાં આવી હતી.જેને લઈ પ્રસ્તુતિ ની સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓને પણ જ્ઞાન પ્રાપ્ત થાય તેવી રીતે પ્રસ્તુતિ કરતા વિદ્યાર્થીઓ ને આનંદ ની સાથે યુગોની રસ ગાથાનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જયારે ઉપસ્થિત વાલીઓ પોતાના છોકરાઓએ રજુ કરેલ પ્રસ્તુતિ ની નિહાળી મંત્રમુગ્ધ થયા હતા.પોતાનું બાળક શું કરી શકે છે તેનો અહેસાસ પણ થયો હતો. અને ચર્ચાઓ કરી રહ્યા હતા કે સ્કૂલ દ્વારા આવા થતા કાર્યક્રમો ને લઈ બાળકોમાં છુપાયેલી શક્તિઓ બહાર આવી શકે છે. જ્યારે આ પ્રસંગે સ્કુલનાં શિક્ષકો વિર્ધાથીઓ સ્કુલનાં ટ્રસ્ટી સંજયભાઈ શાહ,તરૂનભાઈ પરીખ,રાજેશભાઈ મિસ્ત્રી,અશ્વિનભાઈ દેસાઇ તેમજ વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને નિહાળ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button