વાત્સલ્યમ્ સમાચાર
તારીખ ૬ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ પોલીસ હેડ કોટર ગોધરા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિદ્યાર્થીનીઓને રાઇફલ તાલીમ આપવામાં આવી હતી જેમાં ધી કાલોલ એમજીએસ હાઇસ્કુલ પ્રાથમિક વિભાગની એસ પી સી વિદ્યાર્થીનીઓને કાલોલ થાણા અમલદાર તરફથી ગોધરા લઈ જવા અને લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં એમજીએસ હાઈસ્કૂલ ની ૨૦ વિદ્યાર્થીનીઓ એ રાયફલ ની તાલીમ લીધી હતી જેમાં કાલોલ પોલીસ સ્ટેશનના લક્ષ્મીબેન અને શાળાના ગોપીબેન હાજર રહ્યા હતા.