તારીખ ૫ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ની કાનોડ પ્રાથમિક શાળા ના શિક્ષક ફતેસિંહ ચૌહાણ વયનિવૃત્તિ ના લીધે નિવૃત થતાં તેઓ નો કાનોડ શાળા માં ભવ્ય સન્માન સમારંભ યોજાયો.સન્માન સમારંભ માં પ્રણામી સંપ્રદાય ના ભદ્રાવતીપુરી ધામ ના ગાદીપતિ સંત શિરોમણી શ્રી ટહલકિશોર મહારાજ તથા આસામ ના ગાદીપતિ સંતશિરોમણી શ્રી નારાયણ સ્વામી તથા અન્ય સંતો તેમજ ગામના સરપંચ તથા ગ્રામ પંચાયત ના સભ્યો,smc સભ્યો,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલના અધ્યક્ષ,મંત્રી,કાર્યાધ્યક્ષ તથા મહાસંઘ ની સમગ્ર ટીમ અને કાનોડ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ, પ્રાથમિક શાળા ના આચાર્ય અને અધિકારીઓ-પદાધિકારીઓ સાથે ગામના ગ્રામજનો તથા શાળા/હાઈસ્કૂલ ના બાળકો તેમજ શાળા નો સમગ્ર સ્ટાફ સહિત ખૂબ જ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી એમને કરેલ શાળા વિકાસ ના કાર્યો અને જીવનભર કાનોડ શાળા માં બાળકો માં કરેલ સંસ્કાર સિંચન ની પુરી ઝાંખી આખો સમક્ષ આજરોજ દેખાઈ આવેલ હતી. કાર્યકમનું શાળા ના સ્ટાફ દ્વારા સફળ સંચાલન કરી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.