વાત્સલ્ય સમાચાર
વિપુલ દરજી ગોધરા
*પ્રાકૃતિક ખેતી,બાગાયત અને પશુપાલન તથા કૃષિ યોજનાઓના લાભ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કરાયા*
ગોધરા
ચાલુ વર્ષને મિલેટ વર્ષ (હલકા ધાન્ય પાકો)ની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં આજરોજ ગોધરા તાલુકાના આધ્યાત્મિક ગામ પઢિયાર ખાતે આત્મા પ્રોજેક્ટ,પંચમહાલ દ્વારા ગોઠવેલ કિસાન ગોષ્ઠીમાં અત્યારના સમયની માંગનાં હેતુને ધ્યાને રાખી પ્રાકૃતિક કૃષિ વિષયની સાથે ખેતીવાડી, બાગાયત અને પશુપાલનની યોજનાઓથી ખેડૂતો માહિતગાર થાય તે માટે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં હાલના સમયમાં ખેતીમાં આવક બમણી કરવાનાં માન.પ્રધાનમંત્રીની હાકલ સ્વરૂપે ખેતીમાં ખર્ચમાં ઘટાડો થાય તે માટે જે તે સમયે મજુરો નહી મળવાને કારણે અથવા સમયસર ખેતીકામ કરી આગામી સિઝનમાં યોગ્ય સમયે વાવેતર થાય તે માટે આઘુનિક ઓજારો માનવ સંચાલીત પાવર ટીલર, પાવર વિડર, રિપર અંગે સંપુર્ણ માહિતી સાબર ટ્રેકટરમાંથી હાજર રહેલ સેલ્સ ઓફિસર યોગેશ જી.પટેલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જેની સાથે ખેડૂતોને મેસી ફર્ગ્યુસનનાં ૨૦ HP થી ૭૫ HP ના દરેક મોડેલની વિશિષ્ટ લાક્ષણિક્તા સાથેની સમજ પણ આપવામા આવેલ હતી.
ઉપરોકત કિસાન ગોષ્ઠિમાં આત્મા પ્રોજકટના પ્રોજક્ટ ડાયરેક્ટર પી.એસ.પટેલ સાથે આત્માં સ્ટાફ, માસ્ટર ટ્રેનર અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઇઓ અને બહેનોએ ભાગ લીધો હતો.
*****