તા.૭.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
દાહોદ જિલ્લાના ઈટાવા ગામની મહિલા ગાંધીધામ થી પરત વતન ફરી રહી હતી ત્યારે વડોદરા અને હાલોલ ની વચ્ચે સરકારી એસટી બસમાં તેને પીળા ઉપડી હતી એસટી બસમાં તેને બાળકીને જન્મ આપ્યો હતો ડ્રાઇવરે એસટી બસને હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવી મહિલાને અને બાળકીને સારવાર માટે ખસેડયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઇટાવા ગામનું પરિવાર કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે ચણતર અને પ્લાસ્ટર ની મજૂરી અર્થે ગયું હતું જ્યાં હોળી પર્વ પ્રસંગે ઘરના અન્ય સભ્યો પરત ફરી ગયા હતા. પરંતુ મહિલા પોતાના પતિ સાથે ત્યાં રોકાઈ હતી હિસાબ લેવાનો બાકી હોવાથી તેઓ હોળી બાદ ઘરે પરત ફરવાના હતા ઘરના અન્ય સભ્યોનો પણ હિસાબ લેવાનો હોવાથી બે પિતરાઈ ભાઈઓ હોળી પૂર્વે ગાંધીધામ પહોંચ્યા હતા. જેવો આજે પરત ફરી રહ્યા હતા તેની સાથે મહિલા દાહોદ ઇટાવા આવવા માટે નીકળી હતી જેને એસટી બસમાં ઘરે પરત ફરી રહી હતી.ત્યારે વડોદરા અને હાલોલ વચ્ચે પીડા ઉપડતા બસમાં જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો.એસટી બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને એસટી બસને હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવીને મહિલાને સારવાર મળે તેવા પ્રયત્નો કર્યા હતા.હાલોલ રેફરલ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા મહિલાને એસટી બસમાં સારવાર આપી હતી.હાલ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા મહિલા અને બાળકી ની તબિયત સ્વસ્થ હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે.બાળકીનો વજન ઓછું હોવાથી તેને વધુ સારવાર ની જરૂરિયાત હોવાથી વડોદરા મોકલવાની જરૂરિયાત સામે તેના પરિવારે માતા અને બાળકીને દાહોદ લઈ જવા જણાવતાં બાળકીને વધુ સારવાર અર્થે દાહોદ મોકલવામાં આવી છે.