તારીખ ૪ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.વિભાગ ગાંધીનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ગોધરા-પંચમહાલ તથા શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા-પંચમહાલના સયુંકત ઉપક્રમે આગામી તારીખ ૦૬-૦૩-૨૦૨૩ સવારે ૧૦ કલાકે નગરપાલીકા હોલ, સરકારી આઈ.ટી.આઈ પાસે બોરુ ટર્નીંગ નજીક કાલોલ ખાતે માત્ર મહિલા ઉમેદવારો માટે જિલ્લા ક્ક્ષાની મહિલા જાગૃતિ શિબિર, ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાશે.જેમાં મહિલા ઉમેદવારોને મહિલા સ્વાવલંબન યોજનાઓ વિશે તથા રોજગારલક્ષી,સ્વ રોજગારલક્ષી સેવાઓ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.તેમજ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે ધોરણ ૦૮ પાસ કે તેથી વધુ,ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ,આઈ.ટી.આઈ (ટેકનીકલ ટ્રેડ),તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષ વયમર્યાદા ધરાવતા અનુભવી, બિન-અનુભવી માત્ર મહિલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક આપવામાં આવશે.મહિલા જાગૃતિ શિબિર તથા ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.