PANCHMAHAL

હાલોલ બાયપાસ ઉપર પાલિકાની પડતર જમીનમાં અવેધ દબાણો તંત્ર દ્વારા તોડી પડાયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૮.૭.૨૦૨૩

મોજે હાલોલ રે.સર્વે નં.456 ને અડીને આવેલ વહેતા ખાડી કોતર વાળી સરકારી પડતર જમીનમાં કેટલાક ઈસમો દ્વારા વ્યાપારીક ધોરણે દબાણ કરી વ્યાપારીક વીજકનેક્શન મેળવી વેપાર કરતા ઈસમો સામે તંત્ર એ લાલ આંખ કરી દબાણ દૂર કરવા હુકમ કરતા દબાણકર્તાઓ એ કલેક્ટર કચેરી ગોધરા ખાતે અપીલ દાખલ કરેલ તે અપીલ ના મંજુર થતાં આજે હાલોલ મામલતદાર સહીત તેમની ટીમે પોલીસ સાથે રાખી આઠ કાચા પતરાના ગોડાઉન અને એક પાકું મકાન તોડીપાડી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતા નગરમાં ગેર કાયદેસર દબાણ કર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.હાલોલ પાવાગઢ બાયપાસ રોડ ઉપર મોજે હાલોલ રે.સર્વે નં.456 ને અડીને આવેલ વહેતા ખાડી કોતર વાળી સરકારી પડતર જમીનમાં વ્યાપારીક વીજ કનેનશન મેળવવા હાલોલ નગર પાલીકા કાર્યક્ષેત્ર માં આવતી હોઈ તે જમીન માં 13 જેટલા ઈસમો દ્વારા આઠ કાચા પતરાના ગોડાઉન અને એક પાકું મકાનનું બાંધકામ કરી વેપાર કરતા હોવાનું તંત્રને ધ્યાને આવતા પાલીકા દ્વારા તે દબાણો દૂર કરવા હુકમ કરતા દબાણકર્તા ઓ હાલોલ મામલતદાર અને ત્યાર બાદ નાયબ કલેક્ટર (હાલોલ પ્રાંત ) માં અપીલ કરેલ જે ના મંજુર થતા કલેક્ટર કચેરી ગોધરા ખાતે અપીલ દાખલ કરેલ તે પણ ના મંજુર થતા આજે તે દબાણો ઉપર જેસીબી ફેરવી દૂર કરવાની કામગીરી હાલોલ મામલતદાર સહીત તેમની ટીમે પોલીસ સાથે રાખી કરવામાં આવી હતી.આજ વિવાદિત જગ્યા ઉપર હાલોલ નગર પાલીકાના ચીફ ઓફિસર હિરલ હરિહરરાય ઠાકર એ તપાસ કરી તેઓને વ્યાપારીક વીજકનેક્શન કેવી રીતે મળેલ છે. તે અંગે જીણવટ ભરી તપાસ કરતા માલુમ પડયું હતું કે દબાણકર્તાઓના નામે મિલકત આકારણી રજીસ્ટરમાં આવી કોઈ મીલકત આકારણી દફતરે નોંધાયેલ નથી. તેઓએ મધ્ય ગુજરાત વીજ કંપની ના કાર્યપાલક ઈજનેર ને દબાણકર્તા ની યાદી મોકલી માહિતી માંગતા મેળવેલ માહિતી અને પુરાવા માં નવ ઈસમો એ વીજ કનેક્શન મેળવવા માટે રજૂ કરાયેલા આકારણી પત્રક ની ખરાઈ કરતા તે મિલકત ની વેરા શાખામાં કે આકારણી રજીસ્ટરમાં તે મિલકત ની કોઈ નોંધણી થઇ નથી. ઉપરાંત તે તમામ આકારણી પત્રકો માં કરેલી સહી પણ ખોટી હોવાનું તેમાં તેના ઉપર મારેલાં મારેલ સિક્કાનો પણ દૂર ઉપયોગ થયો હોવાનું જણાઈ આવતા નવ ઈસમો સામે કોઈ મળતીયાઓ સાથે મળી ખોટા આકારણી પત્રકો બનાવડાવી કચેરીના સિક્કાનો દૂર ઉપયોગ કરી ફરજ ઉપરના કર્મચારીની ભળતી સહીઓ કરી આકારણી પત્રકો ખોટા અને બનાવતી હોવાનું જાણતા હોવા છતાં તેના સાચા તરીકેનો ઉપયોગ કરી વીજ કનેક્શન મેળવી ગુનો કરતા નવ ઈસમો સામે ફરિયાદ કરવામાં આવી હતી જે હાલ માં ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!