હાલોલ- ટોલનાકા પાસે અકસ્માતની ઘટના,ટ્રક ચાલકે બાઈક ચાલકને ઉછાળ્યો

0
22
વાત્સલ્યમ્ સમાચાર

તા.૨૧.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નજીક આવેલી સન ફાર્મ કંપનીમાં નોકરી કરતા યુવક ની મોટરસાયકલ ને હાલોલ ટોલનાકા પાસે ટ્રક સાથે અકસ્માત થતા યુવક ના જમણા પગે ફ્રેકચર થયું હતું જેને લઇ 108 એમ્બ્યુલન્સ માં સારવાર માટે હાલોલ ની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે.હાલોલ ના પાવાગઢ રોડ ઉપર પોલીસ લાઈન નજીક રહેતા મુકેશ મહેશભાઈ વરીઆ આજે સાંજે હાલોલ નજીક આવેલી સન ફાર્મા કંપની માં નોકરી ઉપર થી છૂટી ને પોતાની મોટરસાયકલ લઈ હાલોલ વડોદરા ના સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડ ઉપર આવી હાલોલ ટોલનાકા સુધી પહોંચ્યા હતા ત્યાંથી ડાબી તરફ ના ટ્રેક ઉપર જવા જતા સામે થી આવતી અને હાલોલ થી વડોદરા તરફ જઈ રહેલી ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક પોતાના ટ્રેક ઉપર ટોલનાકા તરફ જઈ રહ્યો હતો ત્યારે જ સાંજે મુકેશ ની મોટરસાયકલ ટ્રક સાથે ભટકાઈ હતી.હાલોલ પાસે આવેલી સન ફાર્મા કંપની માં નોકરી કરતા અને હાલોલ માં રહેતા કે હાલોલ તરફ થી જતા કર્મચારીઓ ને કંપની ડાબી તરફ આવે છે પરંતુ સાંજે ફરજ ઉપર થી છૂટી હાલોલ તરફ આવવા માટે કંપની થી આગળ વડોદરા તરફ 100 મીટર ના અંતરે ડિવાઈડર માંથી સાઈડ બદલાય તેમ હોવા થી 200 મીટર નું અંતર નું ફ્યુઅલ બચાવવા માટે 200 મીટર જેટલા સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડ ઉપર આવી ને ટોલ નાકા ઉપર થી હાઇવે નો ટ્રેક બદલી સામે ના માર્ગે જતા હોય છે.મોટરસાયકલ ચાલકો સીધા રોંગ સાઈડ ઉપર ના સર્વિસ રોડ ઉપર આવી જતા હોય છે.આજે હાલોલ ના યુવકે આજે સાંજે ફ્યુઅલ બચવાનું મોંઘુ પડ્યું હતું. યુવક કંપની માંથી છૂટી 200 મીટર નો ફેરો ફરી સામે ડાબી તરફ ના સર્વિસ રોડ ઉપર જવા ને બદલે સીધો જમણા રોંગ સાઈડ ઉપર હાલોલ તરફ આવ્યો હતો અને ટોલનાકા પાસે સામે આવતી ટ્રક સાથે અથડાયો હતો. અકસ્માત માં મોટરસાયકલ ઉપર થી ઉછડેલા મુકેશ નો પગ ટ્રક ની એંગલ સાથે ભટકાતા ભાગી ગયો હતો અકસ્માત બાદ તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને તેને તત્કાલિત હાલોલ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

IMG 20230121 WA0130 IMG 20230121 WA0128 IMG 20230121 WA0129

 

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews