PANCHMAHALSHEHERA

ટાંડી મુવાડા પ્રાથમિક શાળા મંગલીઆણા ખાતે શાળા સ્થાપના દિવસની ઉજવણી તેમજ નિવૃત શિક્ષક સન્માન કાર્યક્રમ યોજ્વામાં આવ્યો…

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

તારીખ 01/01/2023 ના રોજ ટાંડી મુવાડા પ્રાથમિક શાળા ખાતે શાળા સ્થાપના દિવસ ઉજવણી કરવામાં આવી . જેમાં શાળાના બાળકો ધ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સરપંચ રાજેન્દ્રભાઈ નાયક, સી.આર.સી. રમેશભાઇ પરમાર, પંચાયતના સભ્ય સંજયભાઈ, ઘનશ્યામભાઈ બાબુભાઇ,એસ.એમ.સી.અધ્યક્ષ ભરતભાઇ અને સભ્યો ગામના વડીલો તેમજ નિવૃત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા . સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામજનો દ્વારા દાન પણ આપવામાં આવ્યું . કુલ મળીને શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમને 11,800 જેટલી માતબર ભેટ મળી.ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ત્યારબાદ શાળા સ્થાપના દિન નિમિત્તે કેક કાપી સ્થાપના દિન ઉજવવામાં આવ્યો. શાળામાંથી નિવૃત્ત થયેલ શિક્ષક ચંદ્રસિંહભાઈ ચૌહાણ તેમજ કાભસિંહભાઈ બારીઆનું સન્માન શાળા પરિવાર વતી પુષ્પગુચ્છ ,સાલ , સન્માન પત્ર અને ભેટ આપીને કરવામાં આવ્યું. શાળાના શિક્ષક કનુભાઇ ધ્વારા સન્માન પત્રનું વાંચન કરવામાં આવ્યું . કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી નાતાનું આયોજન પણ કરવામાં આવેલ હતું . નાસ્તા માટેની તમમ વ્યવસ્થા શાળાના શિક્ષક દિલિપભાઇ અને અર્જુનભાઇ ધ્વારા કરવામાં આવી. જેમાં સૌ ગ્રામજનો અને શાળાના બાળકો જોડાયા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અમિતકુમાર શર્મા દ્વારા શાળાની વિકાસ ગાથા રજૂ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની વિધ્યાર્થીની નિમષાબહેન ધ્વારા જતીનભાઇપટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ.અંતે શાળાના શિક્ષક મથુરભાઇ પટેલ ધ્વારા આભારવિધિ કરી. સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી નિકુંજભાઇ પટેલ ધ્વારા કરવામાં આવી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!