કાલોલ શહેર સ્થિત ધી એમ.જી.એસ સ્કૂલ ખાતે શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી.

તારીખ ૧૧/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ 11 સપ્ટેમ્બર કાલોલ શહેર ધી એમ.જી.એસ સ્કૂલ ખાતે શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એમજીએસ હાઇસ્કુલના બાળકો સહિત આંગણવાડીના બાળકો સાથે અન્ય શાળાએ જતા બાળકો, શાળાએ ના જતા બાળકો,મળીને સાત હજાર જેટલા બાળકો ને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી જેમાં અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ THS પ્રિતેશ ગોસાઈ, S.I દિનેશ બારીઆ., ફી.હે. વ.,આશાબેન શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકોની ઉપસ્થિતિમાં શાળાના બાળકોને કૃમિ રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને બાળકો ઉઘાડા પગે રમે છે,હાથ હાથ ધોવાનું ભૂલી જાય, ખુલ્લામાં શૌચ જવું, કૃમિના ઈંડાના સંપર્કમાં આવે છે જેનાથી બાળકને આંતરડાના કૃમિ પરોપજીવી છે જે આંતરડામાં રહીને વધે છે. કૃમિ બાબતોનું કારણ કુપોષણ, એનિમિયા,ભૂખ ન લાગે, પેટમાં દુખાવો,ઊબકા, ઉલટી ઝાડા, નબળાઈ,વજન ઘટવું જેવી આરોગ્યને લગતું શિક્ષણ આપવામાં આવ્યું હતું જ્યાં સૌ મળીને કૃમિમુકત સમુદાયનું નિર્માણ કરીએ!” સ્વસ્થ બાળક, સ્વસ્થ રાષ્ટ્ર” નું સૂત્ર આપ્યું હતું.









