વાત્સલ્યમ્ સમાચાર
તારીખ ૬ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે આવેલ શિશુમંદિર શાળામાં હોળીના રંગોત્સવ પર્વની ઉજવણી થઈ જેમા વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ તેમજ શરીરને હાની ન પહોંચે તેવા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થયો આ બાબતે સૌ પ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા ચર્ચા થઈ અને કેસૂડા જેવા પ્રકૃતિના ફૂલોનો ઉપયોગ થયો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા હોળી પર્વ એ અધર્મનો નાશ અને ધર્મનો વિજય એ બાબતે પણ વાર્તાલાપ યોજાયો આમ સમગ્ર પર્વ માત્ર વિદ્યાર્થીઓ થકી જ આયોજિત થઈ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.