HALOLPANCHMAHAL

હાલોલ:પરવાના વગર વ્યાજનો ધંધો કરનારા ઇસમો સામે પોલીસની લાલ આંખ,બે વ્યાજ ખોરોની અટકાયત

તા.૧૨.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ પોલીસે લાયસન્સ વગર નાના ધિરનાર અને ૨૦ ટકા ના ઊંચા વ્યાજે ધિરાણ કરી સિક્યુરિટી પેટે આપેલ ચેક અન્ય વ્યક્તિને આપી વધારે પૈસા લઈ ફરિયાદી પાસે વધુ પૈસાની માગણી કરતા ફરિયાદીએ હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી ગુજરાત નાણાની ધીરધાર કરનાર અધિનિયમ મુજબ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બનાવની વિગત એવી છે કે હાલોલના ગોધરા રોડ ઉપર આવેલ સન સીટી સોસાયટીમાં રહેતા અને માળીનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા વિક્રમભાઈ ગલાબભાઇ રાઠોડ ના ઓને ડાયાબિટીસનો રોગ હોવાથી તેની સારવાર લુણાવાડા ખાતે આવેલ હોસ્પિટલમાં ચાલી રહી છે.જેને લઇ પોતાની સારવાર અર્થે પૈસાની જરૂર હોય તેમની સોસાયટીમાં રહેતા ધવલભાઇ હરીશભાઈ પટેલના પાસેથી રૂપિયા ૧૦,૦૦૦/- વ્યાજે માગતા ધવલભાઇએ જણાવ્યું હતું કે હું મહિને ૨૦ ટકા વ્યાજ લઉં છું.અને તારે એક કોરો ચેક આપવો પડશે.અને તે પૈસા પેટે તારે દર-પંદર દિવસે મને એક હજાર રૂપિયા આપવા પડશે.જેથી ફરિયાદીને પોતાની સારવાર અર્થે નાણાંની જરૂર હોય તેને ઊંચા વ્યાજે રૂ.૧૦,૦૦૦/- લીધા હતા.ત્યારબાદ ચાર વખત એક એક હજાર કરી બે મહિનામાં ૪૦૦૦/- રૂપિયા જમા કરાવી દીધા હતા. ત્યારબાદ પૈસાની સગવડ થતા તેઓએ ચૂકતે રૂપિયા ધવલ પટેલને આપી દીધા હતા.અને પોતે સિક્યુરિટી પેટે આપેલ ચેક પરત માગતા ધવલભાઇએ ગલ્લા તલ્લા કરી વાતને પલટાવી દેતા થોડા દિવસ બાદ ફરીથી પોતાનો ચેક પરત માગતા ધવલભાઇએ જણાવ્યું હતું કે તમારો ચેક મારા મિત્ર કરણભાઈ આહીરવાલ પાસે છે.ત્યારબાદ કરણભાઈ સન સીટી ખાતે આવેલ અને જણાવ્યું હતું કે હું અને ધવલ સાથે મળીને ધંધો કરીએ છીએ તારા ચેકમાં ૨૫,૦૦૦/- આપેલ છે. તે પૈસા આપો નહીતો તમારો આપેલ ચેક બેંકના ખાતામાં ભરીશું અને જો રિટર્ન થશે તો તમારી સામે ૧૩૮ નો કેસ કરીશું તેવી ધમકી પણ આપી હતી. આ સમયે અન્ય બે ઈસમો પણ હતા તે પૈકી એક રમણભાઈ રવજીભાઈ રાઠવા રહે.બીલીયાપુરા ના ઓએ ધવલ પટેલ પાસેથી રૂ.૧૫૦૦૦/- લીધા હતા. તેમજ અમિતભાઈ ઇશ્વરભાઇ નાયક રહે. પાંચમહૂંડી તેઓએ પણ ધવલભાઈ પાસે થી ૨૦,૦૦૦/- લીધા હતા. આ બંને ઈસમોએ ધવલભાઇને વ્યાજ સાથે પૈસા ચૂકવી દીધા હોવા છતાં આ ત્રણેવ સાહેદો પાસે કરણભાઈ આહિરવાલ આપેલા પૈસા માગતો હતો. અને જો પૈસા નહીં આપો તો તમારા ચેકો સામે કેસ કરીશું અને અવાર નવાર ટેલીફોન ઉપર ધમકી આપતા વિક્રમભાઈ રાઠોડ હાલોલ પોલીસ મથકે ધવલ પટેલ તેમજ કરણ આહીરવાલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!