વાત્સલ્યમ્ સમાચાર
તારીખ ૪ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની અલીન્દ્રા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નયનાબેન હીરાભાઈ પટેલ અને તેમના પતિ રાકેશભાઈ પટેલ દ્વારા સ્વર્ગસ્થ ડાહ્યાભાઈ અંબાલાલ પટેલ ની પુણ્યતિથિ પ્રસંગે શાળાના બાળકો માટે થાળી વાટકી દાનમાં આપવામાં આવેલ છે.બાળકોને માટે મધ્યાહન ભોજન દરમ્યાન માટે જમવાની થાળી વાટકી મળતા બાળકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.તથા આ પ્રસંગે શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી