HALOLPANCHMAHAL

ડો.શરમીન બસીરભાઈએ સરકારી મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે M.D એનેસ્થેસીયા માં એડમિશન મળ્યુ, સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી સમાજની પ્રથમ M.D ડોક્ટર

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૮.૨.૨૦૨૪

ડો.શરમીન બસીરભાઈ કલાડીયા ગામ ચોટીલા જે સરકારી મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે M.D એનેસ્થેસીયા માં એડમિશન મેળવેલ છે.જે સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી સમાજની પ્રથમ M.D ડોક્ટર બનશે.કાલડીયા ડો.શરમીન ને રાજકોટ PDU સરકારી મેડિકલ કોલેજ ના MBBS ની ડિગ્રી મેળવી ત્યાર બાદ P. G ની પરીક્ષા માં સફળતા મેળવી અમદાવાદ સરકારી કોલેજ માં M.D એનેસ્થેસીયામાં એડમિશન મેળવી ચોટીલા ઘાંચી જમાત સાથે સમસ્ત સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી જમાત બાવનગામ નું નામ રોશન કરેલ છે.જેના માટે ડો.શરમીન ના માતા પિતા સાથે સમગ્ર કલાડીયા પરિવાર અભિનંદન ને પાત્ર છે. જેવોની મોટી દીકરી ડો.તનાઝ કલાડીયા જેવોએ ગવર્નમેન્ટ સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ અમદાવાદ માંથી B.D.S (દાંત ના ડોક્ટર )ની ડિગ્રી મેળવેલ છે. અને પુત્ર મોહમ્મદ અરશદ કાલડીયા જેવો પણ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ અમદાવાદ માં B.D.S (દાંત ના ડોક્ટર)નો અભ્યાસ કરી રહયા છે.જે ખરેખર આપડા સમાજ માટે બહુ ગૌરવ ની વાત કહેવાય એકજ પરિવાર માંથી માતા પિતા એ કડી મહેનત કરીને પોતાના ત્રણ સંતાન ને ડોક્ટર બનાવ્યા તે બદલ સમગ્ર કલાડીયા પરિવાર ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છે.

[wptube id="1252022"]
Back to top button