રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૧.૧૧.૨૦૨૩
હાલોલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટ કંપનીના બ્રાન્ચ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા કર્મચારીએ કંપનીઓ નો સામાન વાહનમાં લોડીંગ કરેલ પાર્સલ પૈકી અડધા અડધા પાર્સલ અલગ અલગ એકજ વાહનોમાં મોકલી આપી બે અલગ અલગ બિલ્ટી ની એન્ટ્રી કરી હાલોલ થી ફરીદાબાદ ની કુલ ૧૪૦ વાહનો ની બીલટી બનાવી એક ટ્રીપના 52 હજાર લેખે કંપનીને ૭૨,૭૧,૦૦૦/- ટ્રાન્સપોર્ટ કંપનીમાં વિશ્વાસઘાત ઠગાઈ કર્યા હોવાથી ટ્રાન્સપોર્ટ કંપનીના બ્રાન્ચ મેનેજરે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસનાં ચક્રો ગતીમાન કર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર ટી.સી. આઇ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ ના કંટ્રોલીંગ બ્રાન્ચ મેનેજર અનુપમ નરેશ મોહન ચૌધરી રહે.આત્મીય હાઈટ માણેજા ક્રોસિંગ વડોદરા મૂળ રહે પંચોભ,બિશનપુર બિહાર દ્વારા હાલોલ ટાઉન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓની હાલોલ ઔદ્યોગિક વિસ્તારમાં રિન્કી ચોકડી પાસે આવેલ ટીસીઆઈ ટ્રાન્સપોર્ટ કંપનીની હાલોલ ખાતેની બ્રાન્ચમાં બ્રાન્ચ ઇન્ચાર્જ તરીકે પરમેશ્વર બલરામ શા રહે.ગાયત્રી નગર.ગોધરા રોડ હાલોલ મૂળ રહે,ચીંચોગી બારગઢ ઓરીસ્સા નાઓ ફરજ બજાવતા હતા.ટ્રાસન્પોર્ટ કંપનીનું ઓડિટ થતા પરમેશ્વર શા એ તા. 28/7/2022 થી 28/01/2023 સુધીમાં હાલોલ ની કંપનીઓ માંથી આવતા સ્પેર પાર્ટના પાર્સલ એકજ વાહનમાં ભરી તે વાહનમાં લોડીંગ કરાવતા પરંતુ મોકલવાના પાર્સલ પૈકીના અડધા અડધા પાર્સલો ની બે અલગ અલગ બિલ્ટીઓ હાલોલ થી ફરીદાબાદ ની બનાવી બિલ્ટીનો માલ એકજ વાહનો મોકલી આપેલ હોવા છતાં બે અલગ અલગ બિલ્ટી પૈકીની એક બિલ્ટી અન્ય ફેક વાહનમાં બતાવી તેની ટીસીએસ શીટ બનાવી મોકલી આપી જે તે એજન્ટ ના ખાતામાં ચુકવણી કરેલ હોવાનું બહાર આવતા ઓડિટ મુજબ ચકાસણી કરતા 52000/- એક ટ્રીપ લેખે 140 વાહનની ટ્રીપો ફેક બતાવી રુપિયા ૭૨,૭૧,૦૦૦/-ની ટ્રાન્સપોર્ટ કંપની માં નોકરી કરતા હોવા છતાં વિશ્વાસ ઘાત ઠગાઈ કર્યા હોવાનું બહાર આવતા ટ્રાન્સપોર્ટ કંપનીના બ્રાન્ચ મેનેજરે પરમેશ્વર વિરુદ્ધ હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.