કાલોલ તાલુકાના ઘુસર ગામે રેતી ખનન બાબતે વેજલપુર ખાતે ધાક ધમકી આપી જાતિ વિષયક અપમાન કરતા ફરીયાદ

0
13
વાત્સલ્યમ્ સમાચાર

તારીખ ૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ગુરૂવારે કલોલ તાલુકાના ઘુસર ની મુવાડી ગામે ગ્રામજનો અને ડેપ્યુટી સરપંચ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન અટકાવવાના ભાગરૂપે ત્રણ જેટલા ટ્રેક્ટરો અટકાવ્યા હતા અને ત્યારબાદ ખનન માફિયાઓ સાથે ગ્રામજનોને બોલા બોલી અને ગાળા ગાળી થઈ હતી ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી પરંતુ તંત્રના અધિકારીઓ આવે તે પહેલા પોતાના વાહનો લઈને ખનન માફીયાઓ ભાગી ગયા હતા આ બનાવની અદાવત રાખીને શુક્રવારના રોજ વેજલપુર ખાતે સાંજના 6:00 વાગ્યા ના સુમારે સનીયાભાઈ મશરૂભાઈ રાઠવા પોતાની મોટર સાયકલ લઈને દેના બેન્ક પાસેથી પસાર થતા હતા ત્યારે વેજલપુરના ઈમાભાઈ નામના ઈસમ પોતાની મોટરસાયકલ લઈને આવ્યો હતો અને ભાઈ ગાડી જોઈને ચલાવો અમારી સામે કેમ આવવા દે છે તેમ કહી બોલા ચાલી શરૂ કરી હતી જેથી યુવકે જણાવેલ તમે રોંગ સાઈડમાં છો હું તો મારી સાઇડે ચાલુ છું તેમ કહેતા ગઈ કાલે ગુસર ગામે અમારા રેતીના ટ્રેક્ટર રોકવા મા તુ પણ હતો ને તેમ કહેતા યુવકે કહ્યુ કે હા હું જોવા ઊભો હતો ગ્રામજનો અને સરપંચે ટ્રેકટરો રોક્યા હતા તેમ કહેતા જ ઈમાભાઈ ગંદી ગાળો બોલી જાતી વિષયક અપમાન કરી પગ કાપી ને હાથમા આપી દેવાની ધમકીઓ આપી હતી જેથી ગાળો બોલવાની ના પાડતાં, અહીથી જતો રહે નહિ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી આ ઉપરાંત રણછોડભાઈ શંકરભાઈ રાઠવા પોતાની પત્ની સાથે મોટરસાયકલ લઈને વેજલપુર તરફ આવતા હતા ત્યારે મોટરસાયકલ ને ઓવરટેક કરી ઈમાભાઈ એ તેઓને પણ રેતીના ટ્રેકટરો રોકવામાં તુ પણ હતો ને એમ જણાવી તુ બહુ ટની કરે છે વેજલપુરમાં આવવું જવુ નહીં તેમ કહી ગંદી ગાળો બોલી જાતિ વિષયક શબ્દો બોલી અમારા ટ્રેકટરો રોકતી નહિ નહિ તો સારુ નહી થાય તેમ કહી મા બેન સમાણી ગંદી ગાળો બોલી જાતિ વિષયક અપમાન કરેલ જે બાબતની ફરિયાદ વેજલપુર પોલીસમાં થતો સનીયાભાઈ મશરૂભાઈ રાઠવા દ્વારા નોંધાવતા વેજલપુર પોલીસ દ્વારા મૂકી આપી જાતિ વિષયક અપમાન કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસસી એસટી સેલ ને સોપવામાં આવી છે.

Screenshot 2023 03 05 18 01 44 11

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews