તા.૫.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ ખાતે શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત વી.એમ.શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ શાળામાં ૩ અને ૪ માર્ચ નાં રોજ શાળાના પંટાગનમાં વાર્ષિક રસોત્સવની યોગાચાર્ય શ્રી દુષ્યંત મોદી તેમજ મંડળના પ્રમુખ પ્રફુલચંદ્ર શાહ તેમજ માનદ મંત્રી સમીરભાઈ શાહ ની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.વી.એમ.શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા બે દિવસ દરમ્યાન ઉજવવામાં આવેલ રસોસ્તવની વાર્ષિક ઉજવણી ની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ ગણેશ વંદના થી કરવામાં આવી હતી.ગુજરાતી માધ્યમના આચાર્ય હર્ષાબેન શુક્લા અને મૂગેન્દ્રસિંહ સોલંકી તેમજ અંગ્રેજી માધ્યમ નાં આચાર્ય રજનીકાંત ધમાલ દ્વારા વર્ષ દરમ્યાન શાળામાં શિક્ષણ બાબતે કરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓનો ચિતાર આપવામાં આવ્યો હતો. જ્યારે શાળાના માનદ મંત્રી સમીરભાઈ શાહે સંસ્થાની ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય તેવા અથાગ પ્રયત્નો વિશે જાણકારી આપી હતી.તેમને જણાવ્યું હતું કે શ્રી હાલોલ મહાજન શિક્ષણ મંડળ દ્વારા ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માં કેજી થી લઇ ૧૨મા ધોરણ સુધી સ્કુલ ની સાથે સાથે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પણ ચલાવે છે.ચાલુ વર્ષે થી બીએસસી કોલેજ શરૂ કરવામાં આવનાર છે.તેમજ આવનાર દિવસોમાં એલ.એલ.બી કોલેજ નો પણ આરંભ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.જ્યારે યોજાયેલ વાર્ષિક ઉજવણી માં નાના ભૂલકાઓ થી લઇ મોટા વિધાર્થીઓ એ જુદી જુદી થીમ ઉપર સાંકૃક્તિક કાર્યક્રમો તેમજ એક પાત્રિય અભિનય રજૂ કરતા ઉપસ્થિત સૌ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.ઉપસ્થિત વાલીઓ પોતાના બાળકને રંગમંચ પર અભિનય કરતા તેઓ પોતે આશ્રય ચગીત થઈ ગયા હતા અને પોતાનું બાળક પણ આવું પાત્ર ભજવી શકે છે તેની વાલીઓ એ ગોર્વતા પ્રાપ્ત કરી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળા પરિસર ખાતે શાળાના શિક્ષકો આચાર્યો ટ્રસ્ટીઓ તેમજ વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.