વાત્સલ્યમ્ સમાચાર
તા.૭.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હિત એકેડમી સેન્ટરમાં હિત પ્લે સ્કૂલ અને તેની અન્ય શાળાઓનો વાર્ષિક ઉત્સવ પંચમહાલ જિલ્લાના વેજલપુર યોજાયો હતો.આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,હાલોલ વી.એમ સ્કૂલ ના સુપર વાઈઝર મિલન શાહ અને જયમીત રાણા એ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો ના પ્રોગ્રામ ને ઉત્સાહ થી નિહાળ્યો હતો.ખાસ આમંત્રિત મહેમાનોનું મિલન શાહ દ્વારા જીવન માં માં બાપ શિક્ષક અને ગુરુ નું કાર્ય શું હોય તેના ઉપર પ્રકાશ પાડ્યો હતો.વાલી તથા ગ્રામજનો એ હિત એકેડેમી સેન્ટર ના સંસ્થાપક જય શાહ અને જીમી પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે શાળા ખાતે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.