રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૯.૨૦૨૩
હાલોલ નગરમાં આવેલ લીમડી ફળિયા ખાતે અમીરે મિલ્લત ચોક ખાતે આવેલ હઝરત ફુલ શહીદ બાબા તથા ઉર્ષે આલા હઝરતના ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે આ ઉર્ષ ની ઉજવણીના ભાગરૂપે હાલોલ લીમડી ફળિયા ખાતેથી સંદલ શરિફ નું ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું. અને ત્યારબાદ દરગાહ ખાતે આવી પહોંચ્યું હતું.જે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી.જ્યારે આ ઉર્સમાં મદ્રસએ અમીરે મિલ્લત ના નાના ભૂલકાઓએ નાતો મનકબત પેસ કરી હતી.અને તમામ ભૂલકાઓને દરગાહ કમિટી દ્વારા ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ સલાતો સલામ તેમજ દુવા પેસ કરવામાં આવી હતી.જ્યારે રજા યંગ સર્કલ દ્વારા ભવ્ય નીયાઝ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના સજ્જાદા નશીન સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી,સૈયદ જીયાઉદ્દીન બાબા કાદરી અને હાલોલમાં ઉલમાએ ઈકરામ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે આ ઉર્ષ ની ઉજવણી માં મોટી સંખ્યામાં અકીદતમંદો આ ઉર્સ નો લાભ લેવા ઉમટ્યા હતા.