લુણાવાડા તાલુકા પંચાયત આઇઆરડી શાખા ના કામદાર ને સરકાર ના પરિપત્રના લાભો આપવા હાઇકોર્ટ નો આદેશ.

0
15
વાત્સલ્યમ્ સમાચાર

તારીખ ૬ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

 

સાજીદ વાઘેલા કાલોલ 

મદદનીશ કમિશનર શ્રી ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર તથા નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી લુણાવાડા જિલ્લા મહીસાગર ના તાબા હેઠળ ચાલતી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત આઇઆરડી શાખામાં તારીખ ૧/૫/૯૫ થી રોજમદાર તરીકે ફરજ બજાવતા કાંતિલાલ અંબાલાલ પ્રજાપતિ ની ખૂબ જ લાંબા સમયની એટલે કે ૩૭વર્ષ ની નોકરી હોવા છતાં સરકાર શ્રીના તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્ર મુજબ મળવા પાત્ર લાભોથી વંચિત રાખવામાં આવતા હતા જે લાભો મેળવવા અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓને કોઈ યોગ્ય પ્રત્યુતર મળેલ ન હતો બાબતે અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરતા ફેડરેશન દ્વારા લાગતા અધિકારીઓને સરકારના પરિપત્ર મુજબના લાભો આપવા બાબતે તારીખ ૧૪/૭/૨૨ર ના રોજ અરજદાર તરફે રીપ્રેઝન્ટેશન કરે પરંતુ જે તે કચેરીના અધિકારીઓ તરફથી યોગ્ય પ્રત્યુતર આપવામાં ના આવતા ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર ૧૯૫૧૨/૨૨ દાખલ કરવામાં આવેલ જે અરજી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચાલી જતા ફેડરેશનના એડવોકેટ દિપક આર દવે દ્વારા કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા બંને પક્ષની દલીલો ધ્યાને લઇ ન્યાયમૂર્તિ સંદીપ એન ભટ્ટ સાહેબ કાંતિભાઈ અંબાલાલ પ્રજાપતિ ની નોકરીના ૩૭ વર્ષ પૂર્ણ થયા ત્યાં સુધી તેઓને નિયત કરેલ સરકારશ્રીના તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્ર ના લાભો સમય મર્યાદામાં આપવા અને તે લાભો બાબતે હુકમની તારીખથી ૧૦ અઠવાડિયામાં તે બાબતે ચકાસણી કરી અરજદારને તે લાભો ચૂકવવાનો આદેશ ફરમાતા અરજદારના પરિવારમાં આનંદની લાગણી પ્રવર્તી છે.

Screenshot 2023 03 06 15 12 35 55 1

 

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews