KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ હાઇવે પાસેની SBI બેંક સામે હિટ એન્ડ રન, 8 વર્ષની માસૂમ બાળકીને ટક્કર મારી બાઇક સવાર ફરાર,

 

તારીખ ૨૪/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ-ગોધરા હાઇવે રોડ પર એસ.બી.આઇ. બેંકની સામે ગઇકાલે બપોરે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક મોટરસાયકલના ચાલકે રોડ ક્રોસ કરી રહેલી ૮ વર્ષની માસૂમ બાળકીને અડફેટે લેતા બાળકીને શરીરે તેમજ થાપાના ભાગે નાની-મોટી ઇજાઓ પહોંચી છે. અકસ્માત સર્જી મોટરસાયકલ ચાલક પોતાની ગાડી લઇને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. ફરીયાદની વિગત જોતા મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની અને હાલ કાલોલ ગોધરા હાઇવે પર ‘રામદેવ રેસ્ટોરન્ટ’ ચલાવતા પોકરરામ માણકરામ પરમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ૨૩ મે ૨૦૨૬ના રોજ બપોરે આશરે ચાર વાગ્યાના અરસામાં તેમની હોટલ પર કામ કરતા તેમના કાકાનો દીકરો ગોપાલ તથા અંબારામ, ફરિયાદીની બે દીકરીઓ (સરોજ અને નિકીતા) તથા દીકરા વિરેન્દ્રને સાથે લઇને હોટલ પરથી જમીને ચાલતા ચાલતા ઘરે જઇ રહ્યા હતા.આ દરમિયાન એસ.બી.આઇ. બેંકની સામે જ્યારે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે ગોધરા તરફથી આવી રહેલી એક મોટરસાયકલ (રજીસ્ટ્રેશન નંબર: MP-45-MS-7135) ના ચાલકે પોતાની બાઇક બેફામ ગતિએ હંકારી લાવી ૮ વર્ષની બાળકી નિકીતાને જોરદાર ટક્કર મારી હતી. જ્યાં બાળકીને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવતા જ અકસ્માતની જાણ થતાં પિતા પોકરરામ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત નિકીતાને સારવાર અર્થે કાલોલની ‘સિદ્ધિ વિનાયક હોસ્પિટલ’ ખાતે દાખલ કરી હતી.કાલોલ પોલીસે આ મામલે મોટરસાયકલ નંબર MP-45-MS-7135 ના અજાણ્યા ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૨૮૧, ૧૨૫(a) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭cell, ૧૮૪, ૧૮૭ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!