તા.૨૧.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ તાલુકાના કંજરી ગામે ૨૩ થી ૨૯ જાન્યુઆરી સુધી યોજાવનાર શ્રીરામ શિવ મહાપુરાણ કથાને લઈ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ સાથે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.હાલોલ તાલુકાના કંજરી ગામે અનંત કોટી બ્રહ્માંડ નાયક કરુણાલી મર્યાદા પુરુષોત્તમ શ્રી સીતારામજી શ્રી હનુમાનજી મહારાજની અશ્વિન કૃપાથી શ્રીરામ શિવમહાપુરાણ કથા સપ્તાહ નું આયોજન કંજરી રામજી મંદિરના પ.પૂ.મહંત શ્રી રામચરણદાસજી મહારાજ તેમજ રામ ભક્ત દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ સપ્તાહમાં સિહોરના કથાકાર શ્રી આંતરરાષ્ટ્રીય કથા વાચક ભગવદ ભૂષણ પ.પૂ.શ્રી પ્રદીપજી મિશ્રા વ્યાસપીઠ પર બિરાજમાન થઈ સપ્તાહ દરમ્યાન બપોર ના ૨.૦૦ થી ૫.૦૦ કલાક સુધી સંગીતમય કથા નું રસપાન કરાવશો. આ પ્રસંગે અનેક સંતો મહંતો ઉપસ્થિત રહેશે.૨૩મી જાન્યુઆરી મહી બીજ ના પાવન પર્વ ના દિવસે સવારે ૮.૦૦ કલાકે શ્રી રામજી મંદિર કંજરી ખાતેથી પોથી યાત્રા નીકળી દરબારગઢ ખાતે પહોંચી ત્યાં પૂજા અર્ચના પાર્થના કર્યા બાદ પોથીયાત્રા કથા મંડપમાં ભક્તિમય વાતાવરણમાં પહોંચશે.ત્યારબાદ શ્રી મણીરામદાસ છાવણી પીઠાધીશ્વર ઉત્તરાધિકારી પ.પૂ. મહંત શ્રી કમલનયનદાસજી મહારાજશ્રી અયોધ્યા,પ.પૂ. મહામંડલેશ્વર મહંત શ્રી અખિલેશદાસજી મહારાજ કેન્દ્રીય ધર્મચાર્ય સરસપુર અમદાવાદ,પ.પૂ. વૈષ્ણવઆચાર્ય ગોસ્વામી ૧૦૮ વગીશકુમારજી વડોદરા,પ.પૂ.શ્રી શરદરાયજી મહારાજ શીલી- સાવલી ના હસ્તે મંગળદીપ પ્રાગટ્ય કરવામાં આવશે ત્યારબાદ બપોરના ૨.૦૦ કલાકથી શ્રીરામ શિવ મહાપુરાણ કથા નો આરંભ થશે.પ્રથમ દિવસે ગણગૌર કથા નું રસપાન કરવામાં આવશે જ્યારે તા.૨૪ ના રોજ અર્ધ નારેશ્વર કથા ૨૫ મી ના રોજ શિવ પાર્વતી શુભ વિવાહ, ૨૬ ના રોજ શ્રી ગણેશજી જન્મોત્સવ તેમજ રાત્રે ૮.૦૦ કલાકે શ્રી અશ્વિનભાઈ પાઠક ના સ્વ કંઠે સુંદરકાંડનો પાઠ કરવામાં આવનાર છે.૨૭ ના રોજ શ્રી ગણેશજી બાળલીલા ના કથાનું રસપાન કરાવશે ત્યારબાદ રાત્રે ૮.૦૦ કલાકે નાગજીભાઈ /ભાદાણી, પ્રીતિબેન દુબે સુરત દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૨૮ ના રોજ શ્રી ગણેશજી રિદ્ધિ સિદ્ધિ વિવાહ ના કથાનો રસ પણ જ્યારે સાંજે ૭.૦૦ કલાકે ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે તા.૨૯ ને રવિવાર ના રોજ શ્રી બાર જ્યોતિર્લિંગ કથાનું રસપાન તેમજ સંત સંમેલન યોજાવનાર છે.ત્યારબાદ સપ્તાહની પુર્ણાહુતી કરવામાં આવનાર છે.આ શ્રી રામ શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન શ્રી કંજરી રામજીમંદિર,તેમજ મુખ્ય યજમાન રાહુલ કુમાર નવનીતભાઈ પટેલ અને સંજય કુમાર જયંતીભાઈ પટેલ પરિવાર કંજરી રાજવી પરિવાર સહિત રામભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. યોજાયેલ આ સપ્તાહ માં કથા રસપાન નો વધુને વધુ ભક્તો લાભ લે તેવી અપીલ સંતો મહા સંતો દ્વારા કરવામાં આવી છે.