રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૩.૯.૨૦૨૩
વિઘ્નહર્તા એવા દુંદાળા દેવ શ્રી ગણેશ ઉત્સવ ના આડે ગણતરીના દિવસ બાકી રહેતા હાલોલ નગર ખાતે ગણેશ ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.શ્રીજી ના આગમનની શરૂઆત થઇ ગઈ છે. જેમાં ગત રોજ હાલોલ નગર ના કંજરી રોડ મધુવન સોસાયટી સ્થિત શિવાય ગ્રુપના શ્રીજીનું ગતરોજ મોડી રાત્રે હાલોલ જ્યોતિ સર્કલ ફાયર સ્ટેશનેથી શાસ્ત્રોક્ત વિધિવત રીતે સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ના હસ્તે તેમજ મયુરધ્વજસિંહ પરમાર સહીત નગરના આગેવાનો તેમજ શિવાય ગ્રુપના આયોજકની ઉપસ્થિતિમાં શ્રીજી ની પૂજા અર્ચના કરી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જયારે કંજરી રોડ બાયપાસ ચોકડી થી સ્ટેશન રોડ ના વિઘ્નહર્તા ગ્રુપના શ્રીજી ની આગમન સવારી નીકળી હતી ગણેશ ચતુર્થી ના આડે ગણતરીના દિવસ બાકી રહેતા હાલોલ નગર માં ગણેશ ભક્તો એ શ્રીજી ના આગમનની તડામાર તૈયારીઓ કરી દીધી છે.ગણેશ પંડાલો ઉભા કરી દેવામાં આવ્યા છે.ગત રોજ કંજરી રોડ મધુવન સોસાયટી સ્થિત શિવાય ગ્રુપના શ્રીજીનું ગતરોજ મોડી રાત્રે આગમન થતા નગરમાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં નગરના મુખ્ય માર્ગો ઉપર શ્રીજી ની સવારી ને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. શ્રીજીની આગમન સવારીમાં શિવાય ગ્રુપ દ્વારા ડીજેના તાલે તેમજ મહારાષ્ટ્ર થી નાસિક ઢોલ ગ્રુપ ના તાલે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવતા આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. લોકો તેને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ગણપતિ બાપ્પા મોરિયા ના ગગન ભેદી નારા સાથે રાતે 9.00 કલાકે નીકળેલ આગમન સવારી રાત્રીના બે કલાકે ગણેશ પંડાલમાં પોહચી હતી,આ સમયે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.જોકે શ્રીજી ના આગમન યાત્રામાં કોઈ અનિચ્છિય બનાવ ના બને તે માટે અને ટ્રાફિક જામ ના થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.શ્રીજીના આગમન ને લઇ ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.