તા.૨૨.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક પાતાળ તળાવનાં કિનારે આવેલ સત્ય વિજય રામટેકરી હનુમાન મંદિરના ગાબડીયા બાપુ આશ્રમ ખાતે શ્રી રામ કથાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો.જૂનાગઢ વાળા લાખાનશીભાઈ ગઢવી ના કંઠે અહીં 30 મી તારીખ સુધી શ્રી રામ કથા નું વાંચન કરવામાં આવશે જેમાં રાજ્યભર અને ખાસ કરી સૌરાષ્ટ્ર થી મોટી સંખ્યા માં ભક્તો કથા નું રસપાન કરવા આવશે.પાવાગઢ નજીક રામ ટેકરી ખાતે આવેલા હનુમાનજી મંદિર ના ગાબડીયા બાપુ ના આશ્રમ ખાતે આજે શ્રીરામ કથા નો આરંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ ના કથા વાચક લાખાનશીભાઈ ગઢવી ના કંઠે અહીં 30 મી તારીખ સુધી શ્રી રામ કથા નું વાંચન કરવામાં આવશે.આજે કથા વાચન શરૂ કરતાં પહેલાં વાજતે ગાજતે પોથી યાત્રા કાઢવામાં આવી હતી. સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો સાથે પોથી યાત્રા તળેટી માં આવેલા મહાકાળી મંદિરે થી નીકળી હતી અને રામટેકરી પહોંચી હતી. 9 દિવસ ચાલનારી આ શ્રી રામ કથા સાંભળવા અહીં ના સ્થાનિક લોકો ઉપરાંત રાજ્યભર માંથી ભક્તો આવશે.ખાસ કરી ને અહીં આવેલા આશ્રમ અને અક્ષરવાસ થયેલા ગાબડીયાબાપુ માં અપાર આસ્થા ધરાવતા ગઢવી, ચારણ સમાજના સૌરાષ્ટ્ ના લોકો ખાસ ઉપસ્થિત રહેશે.